પ્રયાગરાજ, અલ્હાબાદ હાઈકોર્ટે રાષ્ટ્રીય લોકદળના વડા અને રાજ્યસભાના સભ્ય જયંત ચૌધરી વિરુદ્ધ ગૌતમ બુદ્ધ નગરની એક કોર્ટમાં ચાલી રહેલા ફોજદારી કેસની સુનાવણી પર રોક લગાવી દીધી છે. જયંત ચૌધરી પર ૨૦૨૨માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન આચારસંહિતા અને કોવિડ નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. ગ્રેટર નોઈડાના દાદરી પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધવામાં આવ્યો હતો. જયંત ચૌધરી પૂર્વ કેબિનેટ મંત્રી અજીત સિંહના પુત્ર અને પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહના પૌત્ર છે.
જયંત ચૌધરીની અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ સંજય કુમાર સિંહે રાજ્ય સરકારના વકીલને ચાર અઠવાડિયામાં તેનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો અને અરજદારના વકીલને બે અઠવાડિયામાં તેનો જવાબ દાખલ કરવા કહ્યું હતું. કોર્ટ આ કેસની આગામી સુનાવણી છ સપ્તાહ બાદ કરશે.
વર્તમાન કિસ્સામાં, ૨૦૨૨ માં ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ, RLD વડા જયંત ચૌધરી અને અન્યો સામે કેસ નોંધવામાં આવ્યો હતો કે તેઓએ ચૂંટણી આચાર સંહિતા અને કોવિડ ધોરણોનું ઉલ્લંઘન કર્યું હોવાનો આરોપ મૂક્યો હતો. આ કેસમાં ચાર્જશીટ ૧૨ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ દાખલ કરવામાં આવી હતી.અરર્જીક્તાના વકીલ ઈમરાન ઉલ્લાહે દલીલ કરી હતી કે તેમના અસીલ (જયંત) અખિલેશ યાદવ સાથે જઈ રહ્યા હતા. હાઈકોર્ટની અન્ય બેન્ચે આ મામલામાં અખિલેશ યાદવ સામેના ફોજદારી કેસ પર રોક લગાવી દીધી છે.
ઉલ્લાહે કહ્યું કે વધુમાં, જયંતની ભૂમિકા મર્યાદિત હતી કારણ કે તે માત્ર અખિલેશ યાદવને લઈ જતી બસમાં હાજર હતો. માર્ગદર્શિકાના ઉલ્લંઘન સાથે સંબંધિત આવા કિસ્સાઓમાં, ફરિયાદ ફક્ત તે વ્યક્તિ દ્વારા જ કરી શકાય છે જેના આદેશનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ કેસમાં આવું કરવામાં આવ્યું ન હતું અને સીધી FIR નોંધવામાં આવી હતી.તેમણે એ પણ રેખાંક્તિ કર્યું કે આ કેસના તમામ સાક્ષીઓ પોલીસકર્મી છે જેમના નિવેદનો સમાન છે, તેથી તેમના પર વિશ્ર્વાસ કરી શકાય નહીં.