ગોધરા,પંચમહાલ જીલ્લા અને ગોધરામાં અન્ય વ્યકિતનો ફોટો લગાવી બીજાના નામે સીમકાર્ડ એકટીવ કરતાં દુકાનદારો અને રીટેલરોને શોધી કાઢી કાર્યવાહી કરવાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.પોલીસે રીંછવાણી ગામે મોબાઈલ શોપ ધરાવતા આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી.
પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત રાજ્યમાં અલગ અલગ શહેરો વિસ્તારમાં વિવિધ કંપનીના સીમકાર્ડનું વેચાણ ચોકકસ રીટેલરો દ્વારા એક અથવા અન્ય વ્યકિતઓના ફોટોના દુરઉપયોગ કરી ધણા સીમકાર્ડ એકટીવ કરી વેચાણ કરવાની પ્રવૃતિ કરવામાં આવતી હોય તે સંદર્ભે પંચમહાલ જીલ્લા પોલીસવડા દ્વારા આવા રીટેલરો અને દુકાનદારોને શોધી કાઢવાના સુચન કરવામાં આવ્યા હતા. ગોધરા એસ.ઓ.જી. પોલીસની ટીમ દ્વારા ટેકનીકલ એનાલીસીસ કરી શંકાસ્પદ મોબાઈલ નંબર સીએએફ ફોર્મ મંગાવવામાંં આવ્યા. સીએએફ ફોર્મની વિગતો મળતા બે વ્યકિતઓના ફોટો અને અલગ અલગ વ્યકિત આધારકાર્ડનો ઉપયોગ કરી 142 સીમકાર્ડ એકટીવ કર્યાનું જણાઈ આવતાંં સીમકાર્ડ એકટીવ કરનાર એજન્ટની તપાસ કરતાં રીંછવાણી ગામે ફેમસ મોબાઈલ શોપની દુકાન ધરાવતા મુન્નવર ઈશહાક પટેલ (રહે. ચોકી નં.2 બાજુ, રાણી મસ્જીદ પાસે) જણાઈ આવતાં આરોપી સામે દામાવાવ પોલીસ મથકે ગુન્હો નોંધી આરોપી વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે.