અક્ષયકુમારને મળી ભારતીય નાગરિક્તા: એકટરે લખ્યું-હવે દિલ અને નાગરિક્તા હિન્દુસ્તાની

પોતાની કેનેડાની નાગરીકત્વને લઈને હંમેશા વિવાદોમાં રહેનાર બોલીવુડ સ્ટાર અક્ષયકુમાર હવે ભારતીય નાગરીક બની ગયા છે. જી,હા તેમને ભારતીય નાગરીકતા મળી ગઈ છે અને સ્વાતંત્ર્ય દિન પર્વે તેમણે પોતાની મળેલી ભારતીય નાગરીકતાનો પુરાવો પણ સોશ્યલ મીડીયા પર પોસ્ટ કર્યો છે.

તેમને ભારતીય નાગરીકતા મળ્યા બાદ જોરદાર પ્રતિક્રિયા આપે છે અને ભારતીય નાગરીકતા મળવા પર સ્વાગત કરી રહ્યા છે. અક્ષયકુમારે સ્વતંત્રતા દિન પર્વની શુભકામનાં આપતા ટવીટ પર લખ્યુ- દિલ અને નાગરીકતા બન્ને હિન્દૂસ્તાની. જયહિન્દ એક યુઝરે લખ્યુ-ભારતીય બનવા પર સ્વાગત બની શકે તો કેનેડાને પણ દિલથી ફેંકી દો. અક્ષયે ખુદે સોશ્યલ મિડીયા પર એ જાણકારી આપી હતી કે તેને વર્ષ 2011 માં કેનેડીયન સંધીય ચૂંટણી બાદ ત્યાંની કંઝર્વેટીવ સરકાર દ્વારા કેનેડાની નાગરીકા મળી હતી.

ડીસેમ્બર 2019 માં અક્ષયકુમારે ભારતીય પાસપોર્ટ માટે અરજી કરી હતી. આવેદનનાં ત્રણ વર્ષ બાદ તેને ભારતીય નાગરીકતા મળી છે. ઉલ્લેખનીય છે કે કેનેડાની નાગરિકતા પહેલા પણ અક્ષયકુમાર પાસે ભારતીય નાગરીકતા હતી. 2011 કેનેડીયન સરકારે તેમને કેનેડાની નાગરીકા આપી હતી.જયારે એક સમયે અક્ષયકુમારની ફિલ્મો ફલોપ જતી હતી ત્યારે તેણે કેનેડા જતા રહેવાનો વિચાર કર્યો હતો. હાલ અક્ષયકુમારના ઓએમજીનાં ટીકીટબારી પર ચાલી રહી છે. તેણે મેડમેન જેવી ફિલ્મો પર સોશ્યલ મુદ્દાઓ ઉઠાવ્યા છે.