અક્ષય કુમાર એક્ટર ટાઇગર શ્રોફ સાથે વોલીબોલ રમ્યો:ઇમોશનલ નોટ શૅર કરીને કહ્યું, ’૫૦ની ઉંમરમાં મને ચેલેન્જ કરવા બદલ આભાર’

મુંબઈ

અક્ષય કુમાર તથા ટાઇગર શ્રોફ ફિલ્મ ’બડે મિયાં છોટે મિયાં’માં સાથે જોવા મળશે. એક્શન ફિલ્મ હોવાને કારણે બંનેએ પોતાના ફિઝિક પર ઘણી જ મહેનત કરી છે. હાલમાં જ અક્ષયે એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં તે ટાઇગર તથા ફિલ્મની સ્ટાર-કાસ્ટ સાથે વોલીબોલ રમે છે. વીડિયોની સાથે અક્ષય કુમારે ટાઇગર અંગે ઇમોશનલ નોટ શૅર કરી છે. અક્ષયે ટાઇગર સાથેના શૂટિંગ અનુભવ અંગે વાત કરી છે. આ ઉપરાંત એક્ટરના વખાણ પણ કર્યાં છે.

સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને અક્ષયે કહ્યું હતું, ’વ્હાલા ટાઇગર, હું લેટર લખું તેવી વ્યક્તિ નથી, પરંતુ આજે એવું થયું કે મારે આ ખાસ પ્રસંગે કંઈક લખવું જોઈએ. ૩૨ વર્ષ પહેલાં મેં મારી કરિયરની શરૂઆત એક્શન ફિલ્મથી કરી હતી.’વધુમાં અક્ષયે કહ્યું હતું, ’૩ દાયકા સુધી કામ કર્યા બાદ મને લાગ્યું કે મેં બધું જ કરી લીધું છે, પરંતુ ’બડે મિયાં છોટે મિયાં’ના શૂટિંગમાં પસાર કરેલા ૧૫ દિવસ મારા માટે ઘણાં જ પ્રોજેક્ટ્સમાંથી એક રહ્યો છે. મને લાગ્યું કે આ ફિલ્મે મને ઘણીવાર ચેલેન્જ કરી છે, પછી તે મેન્ટલી હોય કે ફિઝિકલી.’’દુખાવો, ઈજા તથા તૂટેલા હાડકાઓ મારા માટે કોઈ નવી વાત નથી, પરંતુ આ પહેલાં હું ક્યારેય આ રીતે મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવ્યો નથી. અલી અબ્બાસ ઝફર તથા તેમની ટીમ સાથે રોજ પડકારો ઝીલું છું. ભાઈ રોજ ફિઝિયોથેરપી ચાલી રહી છે. હું કોઈ ફરિયાદ કરતો નથી. મારા કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળીને કામ કરવું સાચે જ કોઈ ચમત્કાર જેવું છે.’

અક્ષયે આગળ કહ્યું હતું, ’જ્યારે આપણે નવી બાબતો કરવા માટે પોતાની જાતને તૈયાર કરીએ છીએ ત્યારે આપણા માટે નવી તકો ઊભી થાય છે. મને મારી લિમિટ્સની વધારે કરીને ઘણું જ સારું ફિલ થઈ રહ્યું છે. ખાસ કરીને જ્યારે મેં મારી કરિયરની શરૂઆત કરી હતી, તે વ્યક્તિ આ સમયે જન્મ્યો હતો.’

અક્ષયે ટાઇગરના વખાણ કરતા કહ્યું હતું, ’તારી સાથે શૂટિંગ કરીને ઘણી જ મજા આવી. આપણે કમાલના સ્ટન્ટ્સ કરીએ છીએ. ફિટનેસ અંગે વાત કરીએ છીએ, સાથે મળીને વર્કઆઉટ કરીએ છીએ. આ બધું કર્યા બાદ આપણે ફૂટબોલ પણ રમી શકીએ છીએ. તારા કારણે જ હું મારી જાતને ફરી એકવાર યંગ ફિલ કરી રહ્યો છું. આ બધું મને વધુ ફિટ બનાવે છે. મને એમ લાગે છે કે ૫૫ની ઉંમર માત્ર મારા બર્થ સટફિકેટ પર લખેલી છે.’