અક્ષય કુમાર મોઢે માસ્ક, માથે ટોપી પહેરી મેટ્રોમાં મુસાફરી કરતો નજરે પડ્યો

મુંબઇ,બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહે છે. અભિનેતાની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે. હાલમાં જ અક્ષય કુમારે માલદીવ અને લક્ષદ્વીપ મુદ્દે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. આ પછી અક્ષય કુમારે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. હાલમાં અભિનેતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં અક્ષય કુમાર મુંબઈ મેટ્રોમાં મુસાફરી કરતો જોવા મળે છે.

આ વાયરલ થયેલ વિડીયોમાં જોવા મળે છે કે તેને સિક્રેટ લુક રાખ્યો છે. અભિનેતા બ્લેક હૂડી, કેપ અને માસ્ક પહેરીને મુસાફરી કરતો જોવા મળે છે. આ વિડીયોમાં તે મુંબઈ મેટ્રોમાં મુસાફરી કરતો જોવા મળી રહ્યો છે. મેટ્રોમાં તેની આસપાસ અન્ય લોકો પણ ઉભા હતા, પરંતુ કોઈ તેમને ઓળખી શક્યું ન હતું. અક્ષય સાથે નિર્માતા દિનેશ વિજન પણ જોવા મળ્યા હતા.

આ દરમિયાન તેને એક ચાહકે ઓળખી લીધો અને ગુપ્ત રીતે વીડિયો રેકોર્ડ કરી લીધો. વીડિયો સામે આવતા જ ચાહકો ચોંકી ગયા કે અક્ષય કુમારે મેટ્રોમાં સફર કરી. હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

જો કે આ પહેલીવાર નથી જ્યારે અક્ષય મેટ્રોની સવારી કરતો જોવા મળ્યો હતો. વર્ષ ૨૦૨૩માં પણ તે આવી જ રીતે મુંબઈ મેટ્રોમાં મુસાફરી કરતો જોવા મળ્યો હતો. એ સમયે તે પોતાની ફિલ્મ ’સેલ્ફી’નું પ્રમોશન કરી રહ્યો હતો અને અન્ય મુસાફરો સાથે વાત કરતો જોવા મળ્યો હતો.