મુંબઇ, ખિલાડી કુમારે ૧૯૯૧માં સૌગંધ ફિલ્મથી બોલિવૂડમાં કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે અભિનેત્રી શાંતિપ્રિયા લીડ રોલમાં હતી. સૌગંધ ફિલ્મ પણ અક્ષય કુમાર સાથે શાંતિપ્રિયાની પહેલી ફિલ્મ હતી. ત્રણ દાયકાથી વધુ સમય સુધી ચાલેલી કારકિર્દીમાં અક્ષયે લગભગ ૧૩૬ ફિલ્મો દ્વારા બોલીવૂડને ગૌરવ અપાવ્યું છે, જેમાંથી કેટલીક બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર રહી હતી, જ્યારે અન્ય કેટલીક હિટ ફિલ્મો માટે તલસી રહી હતી. પરંતુ સિનેમા પ્રેમીઓ માટે અક્ષય હંમેશાથી જ સુપરસ્ટાર રહ્યો છે.
અક્ષય કુમારની છેલ્લી પાંચ ફિલ્મો ‘બચ્ચન પાંડે’, ‘સમ્રાટ પૃથ્વીરાજ’, ‘રક્ષાબંધન’, ‘રામ સેતુ’ અને ‘સેલ્ફી’ દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી નહોતી. આ તમામ બિગ બજેટ ફિલ્મો છેલ્લા ૧૪ મહિનામાં રિલીઝ થઈ છે અને બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે. ૫૫ વર્ષીય અભિનેતા હવે “ઓએમજી ૨”, “સ્ટાર્ટઅપ”, “ધ ગ્રેટ ઇન્ડિયન રેસ્ક્યૂ”, “સ્કાય ફોર્સ” અને “બડે મિયાં છોટે મિયાં”માં જોવા મળશે. અક્ષય કુમારને ‘ઓએમજી ૨’ પાસેથી ઘણી અપેક્ષાઓ છે, જે આ વર્ષે ૧૧ ઓગસ્ટે રિલીઝ થશે.
અક્ષય કુમાર અને ટ્વિકંલ ખન્નાએ ૧૭ જાન્યુઆરી, ૨૦૦૧ (અક્ષય કુમાર ટ્વિકંલ ખન્ના મેરેજ એનિવર્સરી)ના રોજ લગ્ન કર્યા હતા. અક્ષય કુમાર અને ટ્વિકંલની લવ સ્ટોરી અને લગ્નના નિર્ણય સુધી પહોંચવાની કહાની ખૂબ જ રસપ્રદ છે. હાલ બંનેને બે સંતાન આરવ અને નિતારા છે. અક્ષય અને ટ્વિકંલની પહેલી મુલાકાત એક ફોટોશૂટ દરમિયાન થઈ હતી. ટ્વિકંલ સાથે અક્ષયના લગ્નના પ્રપોઝલ પર ડિમ્પલે એવી શરત પણ મૂકી હતી કે બંનેએ એક વર્ષ સુધી લિવ ઇનમાં રહેવું પડશે. જો બધું સમુસૂથરું પાર પડશે, તો તે લગ્નને પરવાનગી આપશે. માતા ડિમ્પલની શરત પર અક્ષય-ટ્વિકંલ સાથે રહ્યા અને એક વર્ષ બાદ લગ્ન કરી લીધા.
કહેવાય છે કે અક્ષય કુમાર ટ્વિકંલ ખન્ના સાથે લગ્ન કરવા પણ તૈયાર નહોતો. પરંતુ તેમને લગ્ન કરવા પડ્યા, કારણ કે ટ્વિકંલ લગ્ન પહેલા જ છેતરપીંઠ કરીને ગર્ભવતી થઇ ગઇ હતી. અક્ષયે પહેલા લગ્ન માટે આ ન કર્યું. બાદમાં તેણે લગ્ન માટે હા પાડી હતી. લાંબા સમય સુધી અક્ષયને ડેટ કર્યા બાદ ટ્વિકંલે તેની સાથે લગ્ન કરી લીધા અને આજે બંને ખૂબ ખુશ છે. પરંતુ તે સમયે એવા અહેવાલો આવ્યા હતા કે અક્ષય સાથે લગ્ન કરતા પહેલા જ ટ્વિકંલ ગર્ભવતી હતી. એટલે કે આરવ લગ્ન પહેલા ટ્વિકંલના ગર્ભમાં આવ્યો હતો, જ્યારે પુત્ર આરવ લગભગ ૮ વર્ષનો થયા બાદ ટ્વિકંલ બીજી વખત ગર્ભવતી બની હતી અને તેણે આ વસ્તુને ઘણા મહિનાઓ સુધી દુનિયાથી છુપાવી રાખી હતી. આ પછી જ્યારે તે બહાર આવી ત્યારે તેણે ફિટેડ ટોપ પહેરીને ખુલ્લેઆમ પોતાના બેબી બમ્પને ફ્લોન્ટ કર્યું હતું.