પાકિસ્તાનની ધરતી પર ભારતનો વધુ એક દુશ્મન ઠાર, કાશ્મીરમાં આર્મી કેમ્પ પર હુમલાના માસ્ટરમાઈન્ડની હત્યા

પાકિસ્તાનમાં એક પછી એક ભારતના દુશ્મનોને મારી નાખવામાં આવી રહ્યા છે. ત્યારે ભારતનો વધુ એક દુશ્મનને પાકિસ્તાનની ધરતી પર મારી નાખવામાં આવ્યો છે. પાકિસ્તાનના પંજાબમાં સોમવારે મોડી રાત્રે અજાણ્યા બંદૂકધારીઓએ પાકિસ્તાની સેનાના નિવૃત બ્રિગેડિયર અને મહત્ત્વના વ્યક્તિ આમિર હમઝાની હત્યા કરી નાખી હતી. હમઝા ભારત વિરુદ્ધ આઈએસઆઈની આગેવાની હેઠળની કાર્યવાહીમાં સામેલ હોવાનું જાણીતો હતો.

આમિર હમઝા ભલે પાકિસ્તાનનો બ્રિગેડિયર રહ્યો હોય, પરંતુ તે આતંકવાદીઓનો પિતા હતો. તે ભારતનો દુશ્મન હતો. આમિર હમઝા એ જ વ્યક્તિ છે જેણે વર્ષ ૨૦૨૮માં જમ્મુ-કાશ્મીરમાં સુંજવાન આર્મી કેમ્પ પર આતંકી હુમલો કર્યો હતો. તે હુમલામાં આપણા છ જવાનો શહીદ થયા હતા. હમઝા એ આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. આમિર હમઝા સુંજવાન આર્મી કેમ્પ હુમલા સાથે જોડાયેલો બીજો વ્યક્તિ છે જેની પાકિસ્તાનમાં હત્યા કરવામાં આવી છે. આ પહેલા પણ એક વ્યક્તિનું મોત થયું છે.

એક અખબારના અહેવાલ ગયા વર્ષે નવેમ્બરમાં પીઓકેમાં એલઓસી પાસે લશ્કરના કમાન્ડર ખ્વાજા શાહિદ ઉર્ફે મિયાં મુજાહિદનું માથું કાપી નાખવામાં આવ્યું હતું. મિયા મુજાહિદ સુંજવાન આર્મી કેમ્પનો અન્ય મુખ્ય કાવતરાખોર પણ હતો. જ્યારે હમઝા પર ગોળીબાર કરવામાં આવ્યો ત્યારે હમઝાની પત્ની અને પુત્રી તેની સાથે કારમાં હતા. તેને ઈજાઓ પણ થઈ છે. પોલીસે કહ્યું છે કે માર્યા ગયેલા આઇએસઆઇ એજન્ટને કોઈની સાથે અંગત દુશ્મની નહોતી. પાકિસ્તાની પોલીસે આ એક ટાર્ગેટ કિલિંગ હોવાનું જણાવ્યું હતું.

હમઝાની પત્ની અને પુત્રીએ પોલીસને જણાવ્યું કે આઇએસઆઇ એજન્ટ આમિર હમતાની કોઈની સાથે અંગત દુશ્મની નથી. સાથે જ પાકિસ્તાની પોલીસનું કહેવું છે કે આ ટાર્ગેટ કિલિંગ છે. આ હુમલો પંજાબના જેલમ જિલ્લામાં થયો હતો. હમઝાની કાર પર મોટરસાઇકલ સવાર ચાર અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો.

પાકિસ્તાન આર્મીમાંથી નિવૃત્તિ પહેલા તેઓ પાકિસ્તાન ઈમરજન્સી સવસ એકેડમીના ડાયરેક્ટર જનરલ હતા. તેની હત્યાની શંકાની સોય તેના ભાઈ પર પણ લટકાઈ છે. જ્યારે આમિર હમઝા તેની પત્ની અને પુત્રી સાથે કારમાં જઈ રહ્યો હતો. તેની પાછળ તેનો ભાઈ અયુબ બાઇક પર આવી રહ્યો હતો. પોલીસને હવે તેના પર શંકા છે. પાકિસ્તાન પોલીસે કેસ નોંધીને કેસની તપાસ શરૂ કરી છે.