અખિલેશ મારો ભત્રીજો છે અને મેં તેમને મારા નેતા માની લીધા છે : શિવપાલ યાદવ

બલિયા,

સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય શિવપાલ સિંહ યાદવે પોતાના ભત્રીજા અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવને લઇ મોટું નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું કે ભત્રીજા અખિલેશ યાદવને તેમણે પોતાના નેતા સ્વીકાર કરી લીધા છે અને સપા તેમની પાર્ટી છે.જયારે શિવપાલથી પત્રકારો પુછયું કે તેમને હજુ સુધી સપામાં કોઇ પદ મળ્યું નથી તો તેમણે કહ્યું કે અખિલેશ યાદવ મારો ભત્રીજો અને સપા અધ્યક્ષ છે.મેં તેમને પોતાના નેતા સ્વીકાર કર્યો છે.તેમની જેમ હું પણ સપાનો ધારાસભ્ય છું સપા મારી પાર્ટી છે અને હું પહેલા પદો પર પણ રહ્યો છું.

સપા નેતા શિવપાલ સિંહે યાદવે ભાજપ સરકારને ઉખાડી ફેંકવાનો સંકલ્પ વ્યકત કરતા કહ્યું કે પાર્ટીના લોકો સંધર્ષના પથ પર નિકળશે અને નિશ્ર્ચિત છે કે હવે લંકા સળગશે.તેમણે લોકસભા ચુંટણી ૨૦૨૪માં ઉત્તરપ્રદેશમાં વિરોધ પક્ષોનો મોરચા બનાવવાના સવાલ પર રહ્યું કે સપા એકલા હાથે ઉત્તરપ્રદેશથી ભાજપને હટાવવા માટે સક્ષમ છે.સપા નેતા અને ધારાસભ્ય યાદવે સપાને ભગવાન રામ અને કૃષ્ણના અનુયાયી ગણાવી હતી.

તેમણે કહ્યું કે અમે ભગવાન રામ અને કૃષ્ણને માનનારા લોકો છીએ અને તેમના વિચારો પર ચાલનારા છીએ સપાના લોકો સંધર્ષના પથ પર નિકળશે અને નિશ્ર્ચિત છે કે લંકા સળગશે.યાદવે કહ્યું કે તેમનું લક્ષ્ય હાલ ૨૦૨૪માં યોજાનાર સામાન્ય ચુંટણીમાં ભાજપને સત્તાથી હટાવવાનું અને ૨૦૨૭માં ઉત્તરપ્રદેશની યોજાનાર વિધાનસભા ચુંટણીમાં અખિલેશ યાદવને મુખ્યમંત્રી બનાવવાનું છે. તેમણે અપર્ણા યાદવના સપામાં સામેલ થવા પર કહ્યું કે તે પરિવારની વહૂ છે અને પરિવારના સુખ દુખમાં હમેશા સામેલ થાય છે.જયારે વરૂણ ગાંધીના સપામાં સામેલ થવાની અટકળો પર તેમણે કહ્યું કે ભાજપની ભ્રષ્ટ્ર સરકારને હટાવવા માટે જે પણ આવવા માંગે છે તેમનું સ્વાગત છે.