ગોધરા, ગાંધીનગર તા.10/07/2023ના રોજ TET-1-2 અને TAT-1 પાસ ઉમેદવારોની ભરતી જ્ઞાન સહાયક 11 માસ કરાર આધારિત કરવા જઈ રહ્યું છે. એ આપણા રાજ્યના શિક્ષણ પર ખૂબજ માઠી અસર થઈ રહી છે. ઠરાવમાં જણાવ્યા મુજબ “જ્ઞાન સહાયક”ની ભરતી TETઅને TATની પરીક્ષા આધારિત થવા ની છે. તો જો કરાર આધારિત ભરતીનું આયોજન થઈ શકતું હોય તો કાયમી ભરતીનું આયોજન કેમ ના થાય, દરેક વિધાર્થીઓ માટે આ એક મહત્વનો પ્રુશ્ર્ન છે. આપ સરકારની અમારી નમ્ર અરજ છે કે રાજ્યના તમામ વિદ્યાર્થીઓ અને ઉમેદવારોના ભાવીની ચિંતા કરી રાજ્ય સરકારની પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં નવા ઠરાવ રદ કરી જૂની નિમણુક પદ્ધતિ પ્રમાણે TET-1-2 અને TAT-1,2 માં પાસ થયેલ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવરોને વહેલી વહેલી તકે ભરતી પ્રસિદ્ધ કરી કાયમી નિમણુંક આપવામાં આવે એવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પંચમહાલ જીલ્લાની સ્પષ્ટ માંગ છે.