શહેરા, અખિલ ભારતીય દરજી મહાસભા ગુજરાતની એક બેઠક મળી હતી. જેમાં ઉપસ્થિત મહાસચિવ અને ગુજરાતના પ્રભારી હેમંતભાઈ ટેલર તેમજ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઘનશ્યામભાઈ દરજી, પ્રદેશ મહામંત્રી પરેશભાઈ ચૌહાણ, પ્રદેશ યુવા પરિષદના અધ્યક્ષ નીલેશભાઈ જેઠવા, પંચમહાલ જીલ્લાના પ્રભારી પ્રવીણભાઈ દરજી અને પ્રમુખ, કૌશિકભાઈ એન.દરજી સહિતના ઉપસ્થિતિમાં સમાજને લગતી મહત્વની ચર્ચાઓ કરવામાં આવવા સાથે નવા યુવા હોદ્દેદારોની પણ નિમણૂંક કરવામાં આવી હતી. પંચમહાલ જીલ્લા યુવા પરિષદ ના પ્રમુખ તરીકે સામાજીક અને સેવાકીય પ્રવુતિમાં કાયમ અગ્રેસર રહેતા ખુબ જ ઉત્સાહી એવા ગોધરાના મયંકભાઇ ભગતની નિમણુંક કરવામાં આવી હતી. જ્યારે આવનાર દિવસોમાં અખિલ ભારતીય દરજી મહાસભા ગુજરાત પ્રદેશ દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં સાથે જીલ્લાના હોદ્દેદારોની એક મહત્વની મિટિંગ પણ આવનાર દિવસોમાં મળનાર છે.