અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ મહીસાગર જીલ્લાનો ગુરૂવંદન કાર્યક્રમ અને પ્રાથમિક સંવર્ગની જીલ્લા કારોબારી બેઠક યોજાઈ

લુણાવાડા ખાતે પ્રથમ સત્રમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહીસાગર જીલ્લાનો ગુરૂવંદન કાર્યક્રમ યોજાયો. પ્રાથમિક સંવર્ગના જીલ્લાના અધ્યક્ષ લક્ષ્મણસિંહ પટેલિયા, મહામંત્રી પ્રદીપકુમાર પટેલ, આચાર્ય સંવર્ગના અધ્યક્ષ સંજયકુમાર પટેલ માધ્યમિક સંવર્ગના મહામંત્રી રાજુભાઈ જોષી, સંગઠન મંત્રી પ્રભાતસિંહ પરમાર, મહિલા ઉપાધ્યક્ષ હીનાબેન ગોસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો.

ભાનુભાઇ પંચાલ ( પૂર્વ જીલ્લા શિક્ષણ અધિકારી) સમગ્ર કાર્યક્રમના મુખ્ય મહેમાન અને વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. જીલ્લા કોષાધ્યક્ષ નવનીતભાઈ પંચાલ દ્વારા સંગઠન ગીત કરાવવામાં આવ્યું. દીપ પ્રાગટ્ય બાદ સંગઠન દ્વારા ભાનુભાઈ પંચાલનું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું. તેઓએ ગુરૂ મહિમા અને જીવનમાં ગુરૂનું મહત્વ, જીવનમાં ઉતારવાની પ્રેરક બાબતો અને પ્રસંગો વિશે કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે તાલુકાના હોદ્દેદારો અને શિક્ષકોને માર્ગદર્શન આપ્યું. કલ્યાણ મંત્ર કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીલ્લાના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને સંયોજક પ્રદીપકુમાર કે પટેલ દ્વારા કરવામાં આવ્યું.

બીજા સત્રમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ મહીસાગર જીલ્લાની કારોબારી બેઠક જીલ્લાના અધ્યક્ષ લક્ષ્મણસિંહ પટેલિયાના અધ્યક્ષપણા હેઠળ અને જીલ્લા મહામંત્રી પ્રદીપકુમાર પટેલના સાનિધ્યમાં યોજવામાં આવી. જીલ્લા અને તમામ તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.

સર્વે કાર્યકરોનું સ્વાગત, અભિવાદન બાદ ગત સભાના ઠરાવોને બહાલી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રારંભિક વર્ગના રજીસ્ટ્રેશન બાબત, સદસ્યતા અભિયાન યોજવા બાબતે અને સદસ્યતા અર્થે તાલુકા પ્રમાણે પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી. જીલ્લાના પડતર પ્રશ્ર્નો, સંગઠન શક્તિ અને પરિવાર ભાવના વિશે ચર્ચા કરવામાં આવી.

જીલ્લા કારોબારીમાં બીપીનકુમાર પ્રજાપતી (વીરપુર)ને જીલ્લા ઉપાધ્યક્ષ અને પ્રકાશકુમાર પટેલ (સંજીવની કોલોની પ્રા.શાળા ખારોલ)ને લુણાવાડા તાલુકા સહ સંગઠન મંત્રીની જવાબદારી આપવામાં આવી. કલ્યાણમંત્ર દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી.