અજય કલાલ ની દુકાન ની અવેજ માં મૂકેલા તમામ બીલો ખોટા કામ થયા વગર જ બીલો મુકાયા, અને રાહુલ જોધા રાઠોડ ના ખાતામાં રકમ જમાં કરવા સહમતી આપી દેવાઈ

ઝાલોદ,
ઝાલોદ નગર પાલિકા કાઉન્સિલર હિરેન પટેલની હત્યા અંગે નગર માં વિવિધ તર્કો ચાલી રહ્યા છે. અને મુખ્ય માથાઓ સુધી પોલીસ એક મહિના નો સમય વિતી જવા છતાં પહોંચી શકી નથી. ત્યારે, હિરેન પટેલની હત્યામાં સોપારી આપનાર અજય કલાલ ના નામે બારોબાર ટ્રાન્સફર થઈ ગયેલી દુકાન ને લઈને વધુ એક ગેરરીતિ બહાર આવી છે.

પાલિકા એ આ દુકાન માં સાટા પદ્ધતિ ના ઉપયોગ ગેરકાયદેસર ગણી અને આ અંગે હાલ નોટિસ પાઠવી અને નાણાં જમા કરવાનું જણાવવામાં આવ્યું છે. ત્યારે આ દુકાન ની અવેજ માં મુકવામાં આવેલા બીલો ના છબરડા પણ સામે આવ્યા છે. જેમાં, દુકાન ની અવેજ માં મુકવામાં આવેલા બીલો જે પણ કામ ના છે. તેમાં એક પણ કામ થયેલ ના હોવાનું હાલ પાલિકા ના ધ્યાને આવ્યું છે. આ કામોમાં બોર, હેન્ડ પંપ, એલઈડી લાઈટ, કેમિકલ તથા બાંધકામ મટીરીયલના બીલોનો સમાવેશ થાય છે.

પાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરી અને કામો થયાં વિના જ બીલો રજૂ કરી પાલિકા સાથે છેતરપિંડી કરનારાઓ સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે તેમ હાલ તો લાગી રહ્યું છે. ત્યારે બંધબારણે આ દુકાન નો કબજો પરત આપવાની ઓફર પણ પાલિકા ને મળી છે. તેમ છતાં પાલિકા આ અંગે હાલ તો કંઈ પણ કાચું કાપવાના મૂડમાં લાગી રહી નથી.

કોના કેટલા બિલ

  • ઇરફાન બોરવેલ,ઝાલોદ – ૧૪,૮૦,૩૦૦/-
  • ક્રિષ્ના કેમિકલ્સ અમદાવાદ – ૩,૧૧,૯૫૦/-
  • નુરાની સ્ટીલ ફર્નિચર વર્કસ, ઝાલોદ – ૨,૫૬,૯૬૭/-
  • વૈદેહી કંસ્ટ્રકસન, ઝાલોદ – ૩,૨૪,૫૦૦/-
  • મુસ્કાન ટ્રાન્સપોર્ટ એન્ડ સપ્લાયર્સ, દેવગઢ બારિયા – ૧૨,૦૬,૭૪૦/-
  • કુલ ૩૫,૮૦,૪૫૭/-


આ તમામ બિલ જીએસટી કે સી એસટી વગર ના જ હોઇ આ બીલો ખોટા હોવાનું કહેવામાં આવે છે તો સાથે સાથે આ તમામ એજન્સીઓ સામે પણ પાલિકા તંત્ર દ્વારા એક્શન લેવામાં આવશે તથા બ્લેક લિસ્ટેડ કરવામાં પણ આવશે તેમ વિશ્ર્વસનીય સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે પાલિકા માં ગત વર્ષો માં માત્ર એક દુકાન માં જ જો લાખો નો ચૂનો ચોપડવામાં આવ્યો હોય તો, અન્ય કામો માં કેટલી ગેરરીતિઓ કરવામાં આવી હસે તે વિચારવાની બાબત છે.

પાલિકાના ચોપડે એન્ટ્રી બે થી ત્રણ લાખ રૂપિયા દુકાનની અવેજ માં મુકવામાં આવેલા બીલો જ્યારે લાખોમાં છે. ત્યારે પાલિકા ના ચોપડે આ રકમ બે માટે બે થી ત્રણ લાખ ની કુલ ૧૭ જેટલી પહોંચો આપવામાં આવી છે. આ ગેરરીતિમાં પાલિકા નો કાઉન્સિલર જ માસ્ટર માઈન્ડ હોવાની ચર્ચા. આ દુકાન વાળી ગેરરીતિમાં પાલિકા નો જ એક કાઉન્સિલર સામેલ હોવાની ચર્ચાઓ પાલિકા વર્તુળ માં ચર્ચાઈ રહી છે. ત્યારે પાલિકા ના આ કાઉન્સિલર સામે પાલિકા કોઈ પગલાં લેશે તો પાલિકા માં થયેલી આવી અન્ય ગેરરીતિઓ પણ બહાર આવી શકે તેમ છે.