અજિત પવાર જૂથના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે નિર્ણય લેવાનો સમયગાળો ફરી લંબાવાયો

નવીદિલ્હી,સુપ્રીમ કોર્ટે સોમવારે તેના એક આદેશમાં અજિત પવાર જૂથના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા પર નિર્ણય લેવાની સમયમર્યાદા વધારી દીધી છે. આદેશ અનુસાર, મહારાષ્ટ્ર વિધાનસભાના અયક્ષ રાહુલ નાર્વેકર હવે ૧૫ ફેબ્રુઆરી સુધીમાં ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે નિર્ણય લઈ શકશે. સોલિસિટર જનરલ તુષાર મહેતાની રજૂઆત પર ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચે આ આદેશ આપ્યો હતો.

સ્પીકર રાહુલ નાર્વેકર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. તુષાર મહેતાએ નિર્ણય માટે બેન્ચ પાસે વધુ સમય માંગ્યો હતો. જેના પર બેન્ચે નિર્ણયની સમયમર્યાદા ૧૫ ફેબ્રુઆરી સુધી લંબાવી હતી. અગાઉ, સુપ્રીમ કોર્ટે સ્પીકર માટે અયોગ્યતા અંગે નિર્ણય લેવા માટે ૩૧ જાન્યુઆરીની અંતિમ તારીખ નક્કી કરી હતી. શરદ પવાર જૂથના નેતા જયંત પાટીલે સ્પીકર રાહુલ નાર્વેકર સમક્ષ અજિત પવાર જૂથના ધારાસભ્યોને પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ઠેરવવા માટે અરજી કરી હતી. અજિત પવારના નેતૃત્વમાં એનસીપીના ઘણા ધારાસભ્યો ગયા વર્ષે ૨ જુલાઈએ દ્ગડ્ઢછમાં જોડાયા હતા. અજિત પવારના જૂથે ચૂંટણી પંચમાં અરજી દાખલ કરીને તેમને વાસ્તવિક એનસીપી ગણવાની માંગ કરી છે. તેણે પાર્ટીના ચૂંટણી ચિન્હ ઘડિયાળ પર પણ દાવો કર્યો છે.