અજીત ડોભાલની રશિયા યાત્રા પર પાકિસ્તાનમાં ખલબલી મચી ગઇ

નવીદિલ્હી,

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અફગાનિસ્તાનના મુદ્દા પર સુરક્ષા સલાહકારોની બેઠકમાં ભાગ લેવા માટે રશિયા ગયા છે. આ રશિયા પ્રવાસ અને પુતિનની મુલાકાતની પાકિસ્તાનમાં ખુબ ચર્ચા થઇ રહી છે પાકિસ્તાન જે અફગાનિસ્તાનના મુદ્દા પર ખુદને એક મોટો સ્ટેકહોલ્ડર સમજે છે આ બેઠકથી ગુમ રહ્યો.આ બાબતમાં પાકિસ્તાની નિષ્ણાંતોનું કહેવુ છે કે ભારત ખુબ સાવધાનીથી પાકિસ્તાનને અફગાનિસ્તાન મામલામાં આઇસોલેટ એટલે કે અલગ થલગ કરી રહ્યું છે.

રશિયાએ તાજેતરમાં પાટનગર મોસ્કોમાં અફગાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા બહાલ કરવા માટે પાંચમી બેઠક બોલાવી,આ બેઠકમાં ચીન ભારત ઇરાન તાઝિકિસ્તાન કઝાકિસ્તાન કિગસ્તાન ઉઝબેકિસ્તાન તુર્કમેનિસ્તાન સહિત અનેક દેશોને બોલાવવામાં આવ્યા હતાં ભારતના એનએસએ ડોભાલે બેઠકમાં કહ્યું હતું કે અફગાનિસ્તાનના લોકોની માનવીય જરૂરતોને પુરી કરવી ભારતની પ્રાથમિકતા છે.

ડોભાલે કહ્યું હતું કે અફગાનિસ્તાન મુશ્કેલ દૌરમાંથી પસાર થઇ રહ્યું છે અને જરૂરતની આ ઘડીમાં ભારત અફગાનિસ્તાનના લોકોનો સાથ કયારેય છોડશે નહીં તેમણે કહ્યું કે ભારતે અફગાનિસ્તાનને ૪૦,૦૦૦ મીટ્રિક ટન ઘઉ,૬૦ ટન દવાઓ અને પાંચ લાખ કોવિડ રસી મોકલી તેની મદદ કરી છે. ભારતે પોતાના આ વર્ષના બજેટમાં પણ અફગાનિસ્તાન માટે વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી છે અફગાનિસ્તાન પર ભારતના આ વલણે પાકિસ્તાનને મોટુ નુકસાન થયું છે.

પાકિસ્તાનના રાજકીય નિષ્ણાંતોનું કહેવુ છે કે અફગાનિસ્તાન પર વાત કરવા માટે ક્ષેત્રીય દેશોના એનએસએની આ પાંચમી બેઠક હતી પાકિસ્તાનને આ બેઠકમાં ખુબ જ ચતુરાઇથી બહાર કરી દેવામાં આવ્યું.પાકિસ્તાનના ઉચ્ચ અધિકારીઓનું પણ કહેવુ છે કે પાકિસ્તાનમાં રશિયામાં એનએસએની બેઠકમાં એટલા માટે ભાગ લીધો નથી કારણ કે તેની પાસે કોઇ એનએસએ જ નથી જયારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવકતા મુમતાઝ જહરા બલુચે કહ્યું હતું કે આ બેઠકમાં ભાગ નહીં લેવાનો અમે એટલા માટે નિર્ણય કર્યો કારણ કે અમે સમજીએ છીએ કે પાકિસ્તાન અન્ય બીજા મંચોથી અફગાનિસ્તાનમાં શાંતિ બહાલી માટે સારૂ યોગદાન આપી શકે છે.