અજય બંગા બન્યા વર્લ્ડ બેન્ક ના અધ્યક્ષ , જો બાઈડને નોમિનેટ કર્યા હતા

વોશિગ્ટન,

દુનિયામાં છેલ્લા ઘણા વર્ષોથી ભારતની છબી બદલાઈ રહી છે. વડાપ્રધાન મોદી અને દેશવાસીઓના પ્રયાસોને કારણે ભારતનો ડંકો આખી દુનિયામાં વાગી રહ્યો છે. બીજી તરફ વિદેશની ધરતી પર રહીને પણ અનેક ભારતીયો દેશના વિકાસમાં મદદ કરી રહ્યાં છે. દુનિયામાં અનેક મોટી સંસ્થાઓના ઉચ્ચ પદ પર હાલમાં ભારતવંશીઓ કામ કરી રહ્યાં છે જેને કારણે ભારતનું પ્રભુત્વ દુનિયામાં વયું છે. હાલમાં ભારતીયોને ગૌરવ અપાવે તેવા સમાચાર સામે આવ્યા છે. ભારતીય મૂળની અમેરિકન નાગરિક અજયપાલ સિંહ બંગા વર્લ્ડ બેન્કના નવા અધ્યક્ષ બન્યા છે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને તેમને અધ્યક્ષ માટે નોમિનેટ કર્યા હતા. જો બાઈડન તરફથી વ્હાઈટ હાઉસે આ જાણકારી આપી હતી. વ્હાઈટ હાઉસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમેરિકા એ વર્લ્ડ બેન્કના આગામી અધ્યક્ષ માટે અજય બંગાને નોમિનેટ કર્યા છે. અજય બંગા અધ્યક્ષ બનતા જ રાષ્ટ્રપતિ બાઈડન સહિત અનેક લોકોએ તેમને શુભેચ્છાઓ આપી હતી. અમેરિકાએ અજય બંગાને નોમિનેટ કર્યા હતા.