અજય દેવગને પિતા વીરુ દેવગનને જન્મજયંતિ પર વિશ કર્યું

મુંબઇ, બોલિવૂડનો આ કોમેડિયન એક જ સિરિયલમાં ૫૫ અલગ-અલગ પાત્રોમાં જોવા મળ્યો હતો, તેની ફિલ્મોએ ચાહકોને પેટ પકડીને હસાવ્યા.

અજય દેવગને કેટલાક અલગ અલગ વીડિયો કમ્બાઈન કર્યો છે અને પિતાને ટ્રિબ્યુટ આપ્યું છે. જેમાં પિતા અજય દેવગનને ગાઈડ કરતા જોવા મળી રહ્યા છે. આ સિવાય વીરુ દેવગને પોતાના પુત્ર વિશે વાત કરતા જોવા મળી રહ્યા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, બાળપણથી જ અજયદેવગને જોઈ લાગતું હતુ કે, આ અભિનેતા બનશે. પિતાની વાત સાચી સાબિત થઈ અને આજે અજય દેવગન ઈન્ડસ્ટ્રીના મોટા સુપરસ્ટાર છે.

અજય દેવગને તેના પિતાને જન્મદિવસની ખાસ શુભેચ્છા પાઠવી છે. વીરુ દેવગનની વાત કરીએ તો તેનો જન્મ ૨૫ જૂન, ૧૯૩૪ના રોજ અમૃતસરમાં થયો હતો. તેણે દિલીપ કુમારની ફિલ્મ ક્રાંતિમાં અભિનેતા તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તે ઘણી ફિલ્મોમાં એક્શન શીખવતા જોવા મળ્યા હતા. જેમાં વીરુ દાદા, શેર શાહ, ખતરોં કે ખિલાડી, ખૂન ભરી માંગ, સોને પે સુહાગા, હિમ્મતવાલા, પુકાર અને પ્રેમ રોગ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ સિવાય તેણે હિન્દુસ્તાન કી ક્સમ નામની ફિલ્મ પણ બનાવી છે.