
મુંબઇ,બોલિવૂડ અભિનેતા અજય દેવગન અને કાજોલની પુત્રી ન્યાસા દેવગન આ દિવસોમાં રાજસ્થાનના સૂર્યગઢ કિલ્લામાં તેના મિત્રો સાથે વેકેશન મનાવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર ન્યાસા તેનો પ્રી-બર્થ ડે મિત્રો સાથે સેલિબ્રેટ કરવા આવી છે. વેકેશનની ઘણી તસવીરો તેના મિત્ર ઓરહાન અવત્રામણીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.
આ તસવીરોમાં ન્યાસા રણમાં મસ્તી કરતી જોવા મળી હતી. એક ફોટોમાં ન્યાસા તેના મિત્ર ઓરહાન સાથે ઊંટ પર સવારી કરતી જોવા મળી હતી. તો બીજા ફોટામાં તેણે મિત્રો સાથે રણમાં કેન્ડલ લાઈટ ડિનર કર્યું હતું. ફોટો જોઈને લાગે છે કે ન્યાસાએ આ ટ્રિપને ઘણી એન્જોય કરી છે.