મુંબઇ,
અજય દેવગણની ફિલ્મ થૅન્ક ગોડ બોક્સઓફિસ પર લોપ સાબિત થઈ છે. ૨૫મી ઓક્ટોબરે રિલીઝ થયેલી ફિલ્મ પહેલા અઠવાડિયે જ હાંફી ગઈ હતી. સિદ્ધાર્થ મલહોત્રા અને રકુલ પ્રીત સિંહ સાથેની આ ફિલ્મને ઠંડા રિસ્પોન્સની વચ્ચે અજયે અપકમિંગ ફિલ્મ ભોલાનું શૂટિંગ શરૂ કર્યું છે. ભોલામાં અજય દેવગણની સાથે તબુ લીડ રોલમાં છે અને ફિલ્મની ટીમ સાથે તેઓ હાલ મુંબઈમાં શૂટિંગ કરી રહ્યા છે. દરમિયાન ફિલ્મની કાસ્ટમાં સાઉથના સ્ટારનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાઉથની પોપ્યુલર એક્ટ્રેસ અમલા પૌલનો સ્ટાર કાસ્ટમાં ઉમેરો થયો છે.
તમિલ ભાષાની સુપરહિટ ફિલ્મ કૈથીની રીમેક તરીકે ભોલા બની રહી છે. હિન્દી રીમેકમાં અમલા પૌલનો સ્પેશિયલ એપિયરન્સ જોવા મળશે. ડિસેમ્બર મહિનામાં ફિલ્મનું આગામી શીડ્યુલ છે અને તેમાં અમલા પૌલ જોડાવાની છે. અજય દેવગણે સાઉથની સ્ટાર રકુલ પ્રીત સિંહ સાથે બે ફિલ્મો કરી છે. જેમાં રનવે ૩૪ અને થેક્ધ ગોડનો સમાવેશ થાય છે. આ બંને ફિલ્મોને ઝાઝી સફળતા મળી નથી, પરંતુ અજય દેવગણે પોતાની અપકમિંગ ફિલ્મમાં વધુ એક સાઉથ સ્ટારનો સમાવેશ કર્યો છે. નવેમ્બર મહિનામાં અજયની ફિલ્મ દૃશ્યમ રિલીઝ થવાની છે. ત્યારબાદ મેદાન અને ગોલમાલ ૫ પણ વેઈટિંગમાં છે.