
- “મારી માટી, મારો દેશ” કાર્યક્રમ અંતર્ગત ભાજપ યુવા પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં મહીસાગર જીલ્લા યુવા ભાજપ દ્વારા બાઇક રેલી યોજાઈ.
સંતરામપુર, માતૃભૂમિની સ્વતંત્રતા અને ગૌરવ માટે શહીદ થયેલા વીરોને નમન કરીને શ્રદ્ધાંજલિ આપવા તેમજ માતૃભૂમિને વંદન કરવા માટે દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં “મારી માટી, મારો દેશ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મહીસાગર જીલ્લામાં આવેલ માનગઢ હિલ ખાતેથી રાજ્યના ભાજપના યુવા પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ તેમજ રાજ્યના શિક્ષણ મંત્રી ડો કુબેર ડિંડોરની ઉપસ્થિતીમાં મહીસાગર જીલ્લા યુવા ભાજપ દ્વારા સંતરામપુર થી માનગઢ હીલ સુઘી બાઈક રેલી યોજી હતી. જેમાં જીલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયા, જીલ્લા યુવા ભાજપ પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં યુવા ભાજપ ના કાર્યકરો જોડાયાં હતા. આ રેલી બાદ “મેરી મિટી મેરા દેશ” અંતર્ગત માનગઢની માટી લેવામાં આવી હતી. જે દિલ્લી ખાતે મોકલવામાં આવશે.