મુંબઈ,અભિષેક બચ્ચને સાફ જણાવ્યું છે કે ઐશ્ર્વર્યા ફિલ્મો સાઈન કરવાની બાબતે પોતાની મરજીની માલિક છે અને તેને મારા તરફથી પરવાનગીની જરુર નથી.
ઐશ્ર્વર્યાની ’પોન્નિઈન સેલ્વન’ ફિલ્મનો બીજો ભાગ તાજેતરમાં રજૂ થયો છે. અભિષેકે તેમાં પત્નીની ભૂમિકાની પ્રશંસા કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકી હતી. તેના જવાબમાં એક ચાહકે અભિષેકને કહ્યેં હતું કે જો એવું જ હોય તો તમે ઐશ્ર્વર્યાને વધારે ફિલ્મો સાઈન કરવા દો અને તમે આરાયાની સંભાળ રાખો.
આ ચાહકને ત્વરિત જવાબ આપતાં અભિષેકે કહ્યું હતું કે ઐશ્ર્વર્યાને ફિલ્મો સાઈન કરવા દો એવી વાત જ અસ્થાને છે. તેને કશું પણ કરવું હોય તો તેમાં મારી પરવાનગી લેવાની જરુર જ નથી. ખાસ કરીને પોતાને ગમતી બાબતોમાં તો નહિ જ. અભિષેકનો આ જવાબ વાયરલ થયો છે અને લોકો તેની મુક્ત કંઠે પ્રશંસા કરી રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલાં ઐશ્ર્વર્યા અને અભિષેક વચ્ચે અણબનાવ સર્જાયો હોવાની અફવા બોલીવૂડમાં ચર્ચાતી થઈ હતી. જોકે ,અભિષેકે બાદમાં એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ઐશ્ર્વર્યા માટે લાગણી દર્શાવી આ અફવાઓને શાંત પાડી હતી.