એરપોર્ટ પર મહિલા સફાઇકર્મીએ શાહરુખ ખાનની બેઇજ્જતી કરી

મુંબઇ,

શાહરુખ ખાન અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ પઠાણ અને તેના કારણે શરુ થયેલા વિવાદને કારણે ચર્ચામાં છે. પરંતુ વિવાદો વચ્ચે શાહરુખ ખાને એક સિદ્ધિ પોતાના નામે કરી છે. એમ્પાયર મેગેઝિનની દુનિયાના ૫૦ મહાન એક્ટર્સની યાદીમાં ભારતીય સ્ટાર્સમાંથી માત્ર શાહરુખ ખાનનું નામ સામેલ કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં શાહરુખ સિવાય ટૉમ હેક્ધ્સ, મેરિલ સ્ટ્રીપ અને જેક નિકોલ્સન જેવા હોલિવૂડ સ્ટાર્સનું પણ નામ સામેલ છે.

એક્ટર શાહરૂખ ખાન આજે ગ્લોબલ સ્ટાર છે. વિશ્ર્વભરમાં તેના લાખો ચાહકો છે. પોતાના દમ પર ઈન્ડસ્ટ્રીમાં ઓળખ ઊભી કરનાર અને સ્ટારડમ મેળવનાર શાહરૂખની એક ઝલક મેળવવા માટે આજે દરેક લોકો આજે પણ આતુર છે, પરંતુ એક સમયે સફાઈ કર્મચારીએ શાહરુખ ખાનને ઠપકો આપતા કહ્યું હતું-કે એ બાજુ હટ. આ ઘટના એરપોર્ટ પર બની હતી, જ્યારે શાહરૂખ દિલ્હીથી મુંબઈ જવા માટે એરપોર્ટ પર ઊભો હતો.

આ ઘટના ૩૦ વર્ષ પહેલાની છે. ત્યારે શાહરૂખ ખાનની ફિલ્મ ’બાઝિગર’ રીલિઝ થઈ હતી. શાહરૂખ વિચારી રહ્યો હતો કે હવે ઘણાં લોકો તેને ઓળખશે, પરંતુ જ્યારે એક મહિલાએ એરપોર્ટ પર કહ્યું કે એ શાહરુખ, હટ ત્યારે તે ચોંકી ગયો હતો. ટીવી શો આપ કી અદાલતના હોસ્ટ રજત શર્મા પણ ત્યાં હાજર હતા. જ્યારે મહિલાએ રજત શર્માને ’સર’ કહીને સંબોયા અને શાહરુખ સાથે દુર્વ્યવહાર કર્યો ત્યારે શાહરૂખ વધુ નારાજ થયો હતો.

વાત જાણે એમ છે કે જ્યારે શાહરૂખ ખાન એરપોર્ટ પર ઊભો હતો ત્યારે એક મહિલા ત્યાં સફાઈ કરી રહી હતી. તે શાહરુખને ઓળખતી નહોતી! પરંતુ જ્યારે આ મહિલા સફાઈ કરતી વખતે શાહરુખ પાસે આવી ત્યારે તેણે શાહરુખને ત્યાંથી હટવા માટે કહ્યું હતું. તેણે કહ્યું કે, એ શાહરુખ, હટ. શાહરૂખને આ ઘટનાથી ખૂબ જ ખરાબ લાગ્યું. તે દિવસે શાહરૂખ ખાને નક્કી કર્યું હતું કે એક દિવસ તે રાજેશ ખન્ના જેવો સુપરસ્ટાર બનશે, જેને આખી દુનિયા સલામ કરશે. તેની પાસે રાજેશ ખન્ના જેવી પોતાની કાર અને ડ્રાઈવર પણ હશે. શાહરૂખ ખાન હંમેશાંથી રાજેશ ખન્નાનો ફેન રહ્યો છે.