મુંબઇ, શાહિદ કપૂર નું માનવું છે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો જે રીતે દુરુપયોગ થઈ રહ્યો છે એમાં ફક્ત અને ફક્ત માણસજાતની ભૂલ છે. હાલમાં આઆઇનું ખૂબ ચલણ છે. એનો અનેક ઠેકાણે દુરુપયોગ થાય છે. શાહિદ હાલમાં ક્રિતી સૅનન સાથે ’તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’ના પ્રમોશનમાં બિઝી છે. આ ફિલ્મની સ્ટોરી રોબો અને માનવની છે. એઆઇ વિશે શાહિદ કપૂરે કહ્યું કે ’માનવજાતિ પોતે જ એક સમસ્યા છે.
તેણે આ વિશ્ર્વ બનાવ્યું છે અને આપણે એઆઇને દોષ આપીએ છીએ. આપણે વાસ્તવિક્તામાં નથી જીવતા. આપણે સતત સોશ્યલ મીડિયામાં કાંઈક ને કાંઈક દેખાડીએ છીએ જે રિયલ નથી. સોશ્યલ મીડિયામાં આપણે જે જોઈએ છીએ એની સાથે રિયલિટીની સરખામણી કરીએ છીએ અને બાદમાં ડિપ્રેશનમાં સરી પડીએ છીએ. આ એક સત્ય છે. આપણે પર્યાયી વાસ્તવિક્તા શોધીએ છીએ. એ જ એઆઇ છે અને એ રિલેશનશિપ જેટલું જ અગત્યનું છે. મનુષ્યએ જે બનાવ્યું છે અને ભગવાને બનાવ્યું છે એમાં તફાવત છે. એ જ બાબત આ ફિલ્મમાં છે.’
એઆઇ વિશે ક્રિતીએ કહ્યું કે ‘આ એક ચિંતાનો વિષય છે. એવા અનેક મૉર્ફ ફોટો સામે આવે છે અને સાથે જ એઆઇ જનરેટેડ ન્યુઝ ઍક્ધર્સ પણ આવે છે. એનો અર્થ એ કે આપણે ઝડપથી આગળ વધી રહ્યા છીએ. એથી આવતાં વર્ષોમાં એઆઇ પાર્ટનર પણ શક્ય હશે.’