અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યર્ક્તાઓએ સામસામે પથ્થરમારો કર્યો

સંસદમાં રાહુલ ગાંધીના હિંસક હિન્દુઓના નિવેદન બાદ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે આજે અમદાવાદમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યર્ક્તાઓએ સામસામે પથ્થરમારો કર્યાની મોટી ઘટના બની છે. અમદાવાદમાં જીપીસીસી ખાતે ભાજપ અને કોંગ્રેસ સામે જોરદાર ઘર્ષણ થતા સામ સામે પથ્થરમારો કરાયો. કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપના કાર્યર્ક્તાઓ દ્વારા કરાયેલો વિરોધ હિંસક બન્યો છે. કાચની બોટલો ફેંકાઈ, ટીંગાટોળી-ઝપાઝપી થઈ, જયશ્રી રામના નારા લાગ્યા.

એક તરફ સંસદમાં પ્રધાનમંત્રીનું સંબોધન ચાલી રહ્યું હતું, ત્યારે બીજી તરફ ગુજરાતમાં ધમાસાણ મચ્યું હતું. અમદાવાદ કોંગ્રેસના કાર્યાલયની બહાર ભાજપના કાર્યર્ક્તાઓએ મોટી સંખ્યામાં પહોંચીને વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે અચાનક સ્થિતિ વણસી હતી, અને ભાજપ અને કોંગ્રેસના કાર્યર્ક્તાઓએ સામસામે પથ્થરમારો કર્યો હતો. પોલીસની હાજરીમાં જ મામલો બિચક્યો હતો અને બન્ને પાર્ટીના કાર્યકરોની વચ્ચે પથ્થમારો થયો હતો. એસીપી કક્ષાના પોલીસ કર્મચારીઓ આ પથ્થરમારામાં ઘાયલ થયા છે.

પોલીસની હાજરી હોવા છતાં સ્થિતિ વણસી હતી, અને ભાજપ અને કોંગ્રેસના કાર્યર્ક્તાઓએ સામસામે પથ્થરમારો કર્યો હતો. એટલુ જ નહિ સામસામે કાચની બોટલો પણ ફેંકાઈ હતી. કાર્યર્ક્તાઓ પોલીસ સાથે પણ ઘર્ષણમાં ઉતર્યા હતા. ત્યારે આ વચ્ચે ટીંગાટોળી-ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા.

સંસદના લોક્સભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીની હિન્દુ પર ટીપ્પણીને લઈને અમદાવાદમાં વિરોધ જોવા મળ્યો છે. ગઈકાલે બજરંગ દળે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ઉપર મોડી રાત્રે ધામા નાંખ્યા હતા. હિન્દુઓને હિંસક કહેવા ઉપર બજરંગ દળના કાર્યર્ક્તાઓમાં નારાજગી જોવા મળી. રાહુલ ગાંધીના પોસ્ટર્સ ઉપર કાળી ઇક્ધ લગાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો. પ્રચાર પ્રસારના બેનર્સ ઉપર કોંગ્રેસ નેતાઓના લખાયેલા નામો ઉપર બ્લેક સ્પ્રે છાંટી વિરોધ નોંધાવ્યો હતો. એટલું જ નહિ, આજે વહેલી સવારે કોંગ્રેસના કાર્યાલય પર પથ્થર પણ ફેંકવામા આવ્યા હતા.