
અમદાવાદ, અમદાવાદમાં ચૂંટણીની કામગીરી કરવાનો ઇન્કાર કરનારી શિક્ષિકાની અટકાયત કરવામાં આવી છે. ચૂંટણીની કામગીરી કરવાનો ઇન્કાર કરનારી શિક્ષિકાને મામલતદારે નોટિસ ફટકારી હતી.
આ નોટિસનો શિક્ષિકાએ યોગ્ય જવાબ આપ્યો ન હતો. તેના પગલે મામલતદારે શિક્ષિકા સામે વોરંટ કાઢ્યું હતું. મામલતદારના વોરંટના પગલે પોલીસે શિક્ષિકા સામે વોરંટ કાઢ્તા પોલીસે તેમની અટકાયત કરી હતી. શિક્ષિકાને મામલતદાર સામે રજૂ કરાતા શિક્ષિકાએ યોગ્ય કારણ રજૂ કર્યુ હતુ. તેના પગલે શિક્ષિકાને તેમના મતવિસ્તારમાં જવાબદારી સોંપવામાં આવી હતી.