
ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જસ્ટીસ અને ખંડપીઠમાં એક જાહેર હિતની અરજી દરમિયાન ચાલી રહેલી સુનવણીમાં ચીફ જસ્ટિસ દ્વારા અમદાવાદના ટ્રાફિક તેમજ તેની વ્યવસ્થાઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી.
ચીફ જસ્ટીસ નું કહેવું હતું કે અમદાવાદ હવે મુંબઈ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે રાત્રે ૩:૦૦ વાગ્યા સુધી શહેરના રસ્તાઓમાં અવરજવર મોટા પ્રમાણમાં થતી જોવા મળે છે.આ ઉપરાંત ચીફ જસ્ટિસે સવાલ કરતા કહ્યું કે શું હેલ્મેટ અંગે કોઈ કાર્યવાહી થઈ રહી છે કે કેમ આ ઉપરાંત હાઇકોર્ટ દ્વારા ટકોર પણ કરવામાં આવી કે હાલની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં હેલ્મેટનું મેન્યુફેક્ચર જ નથી થતું.
ગુજરાત હાઇકોર્ટે તંત્રને ૧૫ દિવસની અંદર હેલ્મેટની ફરજિયાત અમલવારી કરાવવા માટે કડક આદેશ આપ્યા જેમાં ન માત્ર વાહન ચલાવનાર પરંતુ પાછળ બેસનાર માટે પણ હેલ્મેટની ફરજિયાત અમલવારી કરાવવા માટે આદેશ આપવામાં આવ્યા છે.૧૫ દિવસ બાદ ગુજરાત હાઇકોર્ટમાં વિગતવાર સુનવણી હાથ ધરાશે જેમાં આ પંદર દિવસ દરમિયાન થયેલી કામગીરી પર કોર્ટ દ્વારા યોગ્ય પગલા લેવામાં આવી શકે છે.