અમદાવાદ ગ્રામ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદ વડોદરા હાઈવે પર આવેલી એક્તા હોટલની સામે પુલની છેડે જાહેર રોડ પર દેશી દારૂ ઝડપી પાડ્યો હતો. એસએમસીએ ૮૫૦ લિટરની દેશી દારૂની બોટલ જેની કિંમત રૂ. ૧૭૦૦૦ છે તે ઝડપી પાડી છે. સાથે વાહન, મોબાઈલ, રોકડ જેની કિંમત ૧૦ લાખ રૂ.થી વધુ છે તે જપ્ત કરાયેલ છે. કુલ કિંમત રૂપિયૈ ૧૦ લાખ ૧૮ હજાર છે.
અમદાવાદ એસએમસીએ ૨ શખ્સની દેશી દારૂની હોરાફેરી દરમિયાન ઝડપી પાડ્યા છે. આરોપીઓના નામ, મૌલિક કૌશિક વ્યાસ અને મનોજ આત્રાત્વાની. દરોડા દરમિયાન બે શખ્સો ફરાર થઈ ગયા હતા. જેની શોધખોળ હાથ ધરાઈ છે.