ખેડા, રાજ્યમાં અકસ્માતોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે સૌથી વધુ રક્તરંજીત બનેલો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર એક મોટી ઘટનાના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ૧૦ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે. ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં ૧૦ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જાણવા મળી રહ્યું છે કે ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા આ ગોઝારી ઘટના બની છે. વડોદરાથી અમદાવાદ તરફ કાર જઈ હતી. જ્યાં આ અકસ્માત નડ્યો છે. આ અક્સ્માત થતાં જ ૧૦૮ની બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, સાથે જ એક્સપ્રેસ હાઈ-વેની પેટ્રોલિંગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ૧૦ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર એક કાર વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી, ત્યારે નડિયાદ નજીક ટેક્ધર પાછળ ધડાકાભેર ઘૂસી જતાં હાઈવે પર મરણચીસો ગુંજી ઊઠી હતી. બીજી તરફ બે દિવસ અગાઉ રાજ્યના અલગ-અલગ જિલ્લામાં અકસ્માતની ઘટનાઓ બની હતી. જેમાં ૧૦ લોકોના મોત થયા હતા. તેમજ કેટલાંક લોકો ઇજાગ્રસ્ત થયાનું સામે આવ્યું હતુ. સુરેન્દ્રનગરમાં એક ટેલર અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર બાદ આગ લાગી હતી. જેમાં બંને વાહનોના ડ્રાઇવરો ભડથું થતા મોત નીપજ્યું.
બીજી તરફ, ડાંગમાં ઘાટ પરથી નીચે ઉતરતા દરમિયાન ટ્રક ખાબકી ગઈ હોવાથી ડ્રાઇવર અને ક્લીનરનું મોત થયું. આ તરફ ધંધુકામાં આવેલા પીપળી-વટામણ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ૩ લોકો મોતને ભેટ્યા હતા. તો ભાવનગરમાં અજાણ્યા વાહને ૭ યાત્રાળુઓને અડફેટે લેતા ૩ લોકોના મોત થયા હતા.