અમદાવાદથી ઝાલોદ જતી બસમાં મહિલા મુસાફરને પ્રસૃતિ પીડા ઉપડતા સંતરામપુર 108 ટીમએ સારવાર માટે બસમાં સફળ પ્રસૃતિ કરાવી

સંતરામપુર, સંતરામપુર તાલુકામાં 108 માં ફરજ બજાવતા પાયલોટ તથા ની પ્રશંસનીય કામગીરી જોવા મળી આવી : એક મહીલા એ એસટી બસ માં જ ગણતરી ના સમય માં જ બાળક નો જન્મ આપ્યો.

સંતરામપુર તાલુકામાં 108 માં ફરજ બજાવતા પાયલોટ તથા ની પ્રશંસનીય કામગીરી જોવા મળી આવી હતી જેમાં આજરોજ 27 ફેબ્રુઆરી 2024 ના રોજ વ્હેલી સવારે સંતરામપુર તાલુકાના ગોધર ગામેથી એક વ્યકિત દ્વારા 108 ને ફોન આવતા જણાવેલ હતું કે સાહેબ ગોધર ગામે અમદાવાદ થી ઝાલોદ બસ માં એક મહિલા મુસાફરને પ્રસુતિ નો દુ:ખાવો ઉપડેલ છે. જેથી આપ તાત્કાલિક આ મહિલા ની સારવાર માટે અહિયાં ગોધર ગામે આવો જેથી સંતરામપુર તાલુકાના 108 માં ફરજ બજાવતા પાયલોટ તથા ઊખઝ તાત્કાલિક સ્થળ પર પહોંચીગયા હતા. જેમાં આ બાબતે આ પ્રસુતિ મહીલા ને પ્રસુતિ નો દુ:ખાવો વધુ ઉપડતા 108 માં ફરજ બજાવતા પાયલોટ મહિપાલસિંહ પુંવાર તથા તેમની સાથે ઊખઝ રાકેશભાઈ રાવલ ને ઘટના સ્થળે સારવાર કરવાની ફરજ પડી હતી. જેઓએ બસમાં મુસાફરી કરી રહેલ જમનાબેન આમલિયાર નામની આ બહેન ની સારવાર કરતાં આ બહેને ને ગુજરાત એસ.ટી. બસ માં જ ગણતરી ના સમય માં જ એક બાળક નો જન્મ આપ્યો હતો જેથી બસમાં મુસાફરી કરી રહેલ મુસાફરો તથા ડ્રાઈવર અને કંડકટર તથા આ બહેન એ અને તેમના પતિ એ 108 ના પાયલોટ મહિપાલસિંહ પુંવાર તથા ઊખઝ રાકેશભાઈ રાવલ નો તથા સરકાર શ્રી નો દીલથી ખુબ-ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.