અમદાવાદમાં ટી-૨૦ મેચ રમાય તે પહેલા જ ચાર કાશ્મીરી યુવકોની ધરપકડ

અમદાવાદ,

શહેર ક્રાઇમ બ્રાંચે મોટી કાર્યવાહી કરી છે. સ્ટેડિયમ નજીકથી ક્રાઇમ બ્રાંચે ચાર કાશ્મીરી યુવાનની ધરપકડ કરી લીધી છે. આવતીકાલે અમદાવાદમાં ટી-૨૦ મેચ રમાવવા જઇ રહી છે. ત્યારે આજે સ્ટેડિયમ પાસેથી જ કાશ્મીરી યુવકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

આપને જણાવીએ કે, પહેલી ફેબ્રુઆરીએ ટી ૨૦ની ક્રિકેટ મેચ રમાવવાની છે. જે માટે કેટલાય દિવસો પહેલાથી જ સ્ટેડિયમમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. સાથે મેચ જોવા આવનાર લોકોના વાહન પાર્કિંગ માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ક્રિકેટ પ્રેમીઓ મેચ જોવા માટે દૂર-દૂરથી આવે છે. મોટી સંખ્યામાં લોકો મેચ જોવા પહોંચે છે.