અમદાવાદ, મેટ્રો સિટી અમદાવાદમાં આવેલ એસવીપી હોસ્પિટલના સફાઈકર્મીઓએ આજે અચાનક હડતાળ પર ઉતરી ગયા છે. વિગતો મુજબ વિશ્વા એન્ટરપ્રાઈઝ નામની કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હોવાથી અમને જાણ કર્યા વગર કે નોટિસ પાઠવ્યા વગર જ કંપની બદલી દેતા સફાઈ કર્મીઓમાં રોષ વ્યાપ્યો હતો. જેને લઈ આજે આ સફાઈકર્મીઓ કામગીરીથી અળગા રહ્યા હતા. આ સાથે કર્મચારીઓએ કોન્ટ્રાક્ટ પ્રથા રદ્દ કરવા પણ માંગ કરી હતી.
અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. વાત જાણે એમ છે કે, અચાનક કંપનીનો કોન્ટ્રાકટ બદલાતા જૂની કંપનીમાં કામ કરતા કર્મીઓને નવી કંપનીમાં મોકલાયા છે. જોકે જાણ કર્યા વગર કે નોટિસ વગર જ કોન્ટ્રાકટ બદલતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. વિશ્વા એન્ટરપ્રાઇઝ નામની કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હોવાની જાણ ના કરી હોવાથી કર્મીઓએ હડતાલ પાડી કામથી અળગા રહ્યા છે.