અમદાવાદ, એસજી હાઈવેની પેરેલલ આવેલા કોર્પોરેટ રોડ પર ત્રીજા માળેથી પડેલી યુવતીનું મોત થઈ ગયું છે. પ્રહલાદનગરના કોર્પોરેટ રોડ બનેલી ઘટનામાં યુવતીની હત્યા કરાઈ છે કે પછી આત્મહત્યા કરી છે તે અંગે હજુ કોઈ ખુલાસો થયો નથી. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે, પોલીસ આસપાસના લોકોને તથા યુવતીની જે જગ્યાએથી લાશ મળી છે ત્યાં તપાસ કરવામાં આવશે. યુવતીના ગળાના ભાગે ઈજાના નિશાન પણ હોવાનું બહાર આવી રહ્યું છે.
મૃતક યુવતીની પ્રાથમિક ઓળખ થઈ ગઈ છે અને તે જ્યાં ઘટના બની ત્યાં જ ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. હવે યુવતી જે કંપનીમાં નોકરી કરતી હતી તે જ સ્થળ પરથી તેની લાશ મળી છે ત્યારે આ અંગે પોલીસ દ્વારા પૂછપરછમાં યુવતીની વધુ ઓળખ સહિતની વિગતો એકઠી કરવામાં આવશે.
યુવતી સવારે ઓફિસ પહોંચી હતી ત્યારે કામના સ્થળ પર કેટલાક લોકો હાજર હતા તે ક્યાં રહેતી હતી તે સહિતની તપાસ પોલીસ દ્વારા આરંભી દેવામાં આવી છે. આ સિવાય યુવતી પર કોઈના દ્વારા દબાણ કરવામાં આવતું હતું કે કેમ તેને લઈને પણ તપાસ કરાશે. આ કેસમાં ઓફિસના કર્મચારીઓ સિવાય તેના મિત્ર વર્તુળ તથા પરિવારના સભ્યોની પણ પૂછપરછ કરવામાં આવશે.
આ કેસમાં યુવતીએ આપઘાત કર્યો કે અપહરણ તે અંગે પોલીસની તપાસમાં ખુલાસા થઈ શકે છે. યુવતી જે સ્થળ પર નોકરી હતી હતી ત્યાંથી જ તેની લાશ મળી આવી છે. આ યુવતી અમદાવાદની છે કે બહારથી નોકરીના કારણે વસવાટ કરતી હતી તે સહિતની બાબતો અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.
શું યુવતીને કોઈના દ્વારા ડરાવવામાં આવી રહી હતી કે તેના પર ખોટું દબાણ કરવામાં આવતું હતું તે તમામ બાબતોની તપાસ કરીને પોલીસ કેસના મૂળ સુધી પહોંચવાના પ્રયાસ કરશે.