- ગુજરાતના સૌથી મોટા મંદિરમાં ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી.
અમદાવાદ, અમદાવાદ સહિત ગુજરાતભરમાં રામનવમી એટલે કે ભગવાન રામના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.અમદાવાદના રામજી મંદિરોમાં સવારથી જ ભકતોની ભીડ જામી હતી ગુજરાતના સૌથી મોટા મંદિરમાં ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને . પૂર્ણ પુરુષોત્તમ રામના દર્શન કર્યા હતાં અમદાવાદમાં રીલિફ રોડ પર હાજાપટેલની પોળમાં આવેલા કાલા રામજી મંદિરમાં રામનવમી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી બપોરે બાર વાગે શ્રીરામ જન્મોત્સવ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે ભગવાન રામની જન્મપત્રિકાનું વાંચન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સુંદરકાંડ પાઠ કરવામાં આવ્યા હતાં
જ્યારે ઇસ્કોન મંદિર ૨૭ વર્ષ પૂરા કરવાનું હોવાથી ભવ્ય પાટોત્સવ ઉજવાયો હતો આ પાટોત્સવ છ દિવસનો રહેશે. આ પાટોત્સવ નિમિત્તે ૧૩ એપ્રિલના રોજ અમદાવાદના પશ્ર્ચિમ વિસ્તારમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા સોલારોડ પર આવેલા કાંકરિયા હનુમાન મંદિરથી ભુયંગદેવ ગુરુકુળ થઈ હિમાલયા મોલથી વાપુર તળાવ થઈ માનસી ચાર રસ્તા થઈ ઇસ્કોન મંદિર પહોંચી હતી. તેમા ૫૦૦થી ૬૦૦ જેટલા ભાવિકોએ ભાગ લીધો હતો. શહેરના રામજી મંદિરોને વિવિધ પ્રકારના ફૂલોથી શણગારવામાં આવ્યા હતાં
વડોદરામાં રામનવમીની શોભાયાત્રા નીકળી હતી આજે શહેરમાં ૩૦ જેટલી શોભાયાત્રા નીકળી હતી રામનવમીની ભવ્ય ઉજવણી નિમિત્તે કાલાઘોડા સ્થિત રામજી મંદિર, શહેરના ન્યાયમંદિર વિસ્તારમાં આવેલા રામમંદિર, બિલગામ અને વડસર સહિતના રામમંદિર ઉપરાંત અન્ય રામમંદિરોમાં બપોરે ૧૨ વાગે મહાઆરતી કરાઇ હતી તેની સાથે ભગવાન શ્રીરામના અભિષેકનો કાર્યક્રમ પણ થશે. શહેરમાં કુંભારવાડાથી નીકળનારી રામનવમીની શોભાયાત્રા ફતેપુરા ચારરસ્તા, અડાણીયાપુલ ચારરસ્તા, ચાંપાનેર દરવાજા થઈ માંડવી એમ.જી.રોડ, લહેરીપુરા દરવાજા, ન્યાયમંદિરથી હઠીલા હનુમાન મંદિર ખાતે પૂરી થઇ હતી આ ઉપરાંત કચ્છ સૌરાષ્ટ્ર,જુનાગઢ,ભાવનગર,ઉત્તર ગુજરાતમાં પણ રામ નવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર દિવસ દરમિયાન રામાયણના પાઠ,સુંદરકાંડ રામચરિત્રનું પઠન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.