અમદાવાદ સહિત દેશનાં ઘણા શહેરોમાં પેટ્રોલ ડીઝલનાં ભાવ ઘટયા

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે સવારે લગભગ 6 વાગ્યે WTI ક્રૂડ પ્રતિ બેરલ $76.25 પર વેચાઈ રહ્યું છે. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $ 81.36 પર ટ્રેડ કરી રહ્યું છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે. ભારતમાં, દરરોજ સવારે 6 વાગ્યે ઇંધણના ભાવમાં સુધારો કરવામાં આવે છે. તો 26 તારીખનાં ભાવ ઘણા બધા શહેરોમાં ઘટયા છે.

બિહારમાં પેટ્રોલ 32 પૈસા અને ડીઝલ 30 પૈસા સસ્તું થયું છે. હિમાચલ પ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલ 14 પૈસા સસ્તું થયું છે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને તમિલનાડુમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો ઘટાડો થયો છે.

તેનાથી વિપરીત રાજસ્થાનમાં પેટ્રોલ 50 પૈસા અને ડીઝલ 46 પૈસા મોંઘુ થયું છે. છત્તીસગઢમાં પણ પેટ્રોલની કિંમતમાં 44 પૈસા અને ડીઝલની કિંમતમાં 43 પૈસાનો વધારો થયો છે. પંજાબ, મહારાષ્ટ્ર, હરિયાણા, જમ્મુ-કાશ્મીર અને કર્ણાટકમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે.

ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો

– મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.31 અને ડીઝલ રૂ. 94.27 પ્રતિ લિટર
– દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 90.08 પ્રતિ લિટર
– કોલકાતામાં પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લિટર
– ચેન્નાઇમાં પેટ્રોલ રૂ. 074. અને ડીઝલ રૂ. 94.33 પ્રતિ લીટર

મોટા શહેરોમાં કિંમતોમાં કેટલો ફેરફાર થયો છે

નોઈડામાં પેટ્રોલ 96.92 રૂપિયા અને ડીઝલ 90.08 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
– ગાઝિયાબાદમાં ડીઝલની કિંમત 96.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.52 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે.
– લખનૌમાં પેટ્રોલ 96.33 રૂપિયા અને ડીઝલ 89.52 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
– પટનામાં પેટ્રોલ 107.59 રૂપિયા અને ડીઝલ 94.36 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
– પોર્ટ બ્લેરમાં પેટ્રોલ 84.10 રૂપિયા અને ડીઝલ 79.74 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.

દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે અને નવા દરો બહાર પાડવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે આપણે આટલા મોંઘા પેટ્રોલ અને ડીઝલ ખરીદવું પડે છે.