અમદાવાદ શહેરના એસ જી હાઈવે પર આવેલા પેલેડિયમ મોલ પાસે મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા એકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય ૩ લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
સુત્રોએ જણાવ્યું હતું કે અમદાવાદમાં મોડી રાત્રે એસ જી હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે. જ્યારે ૩ લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત થતા લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તાત્કાલિક ૧૦૮ને બોલાવવામાં આવી હતી. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. અકસ્માત કઈ રીતે સર્જાયો તેની પોલીસે તપાસ હાથ ધરી છે.