
અમદાવાદ,
સમગ્ર દેશ સહિત રાજ્યમાં પણ નવા વર્ષની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી. આ સાથે રાજ્યમાં પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવીને પીધેલા લોકોની મોડી રાત્રે ઘરપડક કરી હતી. ફક્ત અમદાવાદ શહેરમાથી જ ૭૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. નવા વર્ષની ઉજવણીમાં કોઇ અણબનાવાવ ના બની જાય એટલા માટે અમદાવાદ શહેરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યુ હતુ. જેમા સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી ૫૦૦ જેટલા લોકોને પીધેલી હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા હતા.
નવા વર્ષની ઉજવણી દરમિયાન ટ્રાફિક અને ક્રાઉડ મેનેજમેન્ટ માટે ટ્રાફિક પોલીસ સાથે સ્થાનિક પોલીસને જવાબાદરી સોપવામાં આવી હતી. નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત મોડી સાંજથી ગોઠવી દેવામાં આવ્યો હતો. નવા વર્ષને આવકારવા માટે યુવાનો મોટી સંખ્યામાં એસજી હાઇવે, સીજી રોડ, રિવરફ્રન્ટ, કાંકરીયા સહિતના જાહેર સ્થળો પર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. હોટેલોમાં બે વર્ષ બાદે ડીજે પાર્ટી સાથે ગ્રાન્ડ સેલિબ્રેશન કરવામાં આવ્યુ હતુ. બે વર્ષથી કોરોના મહામારીને લીધે તમામ પ્રકારની ઉજવણી પર પ્રતિબંધ હતો.
અમદાવાદમાં ઉજવણીને લઇન પોલીસ દ્વારા ૨૦૦ જેટલા પોઇન્ટ બનાવામાં આવ્યા હતા. જેમા પોલીસ ૭૦૦ થી બ્રેથ એનેલાઇઝર એ ૧૦૦ ડ્રગ્સ એનાલાઇઝર કીટ સાથે ચકાસણી કરી હતી. જેમા ઓવર સ્પીડમા જતા વાહન ચાલકો અને દારુ પિધેલા યુવાનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાથી ૫૦૦ થી વધુ દારુ પીધેલાને લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા પણ સાણંદ, રાચરડા, તેમજ બોપર હાથીજમ સહિતના વિસ્તારોમા તપાસ કરવામાં આવી હતી અને ૨૦૦ વધારે લોકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા હતા.