અમદાવાદની કે.ડી. હોસ્પિટલના સર્વર પર સાયબર એટેક કરી ૭૦ હજાર ડોલરની માગ, હોસ્પિટલના તમામ ડેટા ગાયબ

અમદાવાદ,દિલ્હી એઇમ્સમાં થયેલા સાયબર એટેકની જેમ જ અમદાવાદની કે.ડી. હોસ્પિટલના સર્વર પર સાયબર એટેક કરી કોમ્પ્યુટર સર્વરને નિશાન બનાવ્યું છે. રેન્સમવેર એટેકથી હોસ્પિટલનું સર્વર ડાઉન કર્યું છે. હોસ્પિટલની ફાઇલ, દર્દીના ડેટા અને સીસીટીવી સહિતના ડેટા ગાયબ થઇ ગયા છે. ૭૦ હજાર ડોલર બીટકોઈનમાં ટ્રાન્ફર કર્યા બાદ ડેટા પરત આપવા જાણ કરવામાં આવી છે.

અમદાવાદમાં કેડી હોસ્પિટલમાં થયેલા આ રેન્સમવેર એટેકથી હોસ્પિટલનું સર્વર ડાઉન થઇ ગયુ છે. સર્વર ડાઉન થતા હોસ્પિલમાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે. દર્દીઓના ડેટા સહિતની માહિતી ગાયબ થઇ જતા હોસ્પિટલમાં ભારે હાલાકી પડી રહી છે.

૨૩ નવેમ્બરે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં ૯ કલાક સુધી સર્વર ડાઉન થતા ભાગદોડ મચી ગઇ હતી. એમ્સ અધિકારીઓએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે સાયબર અપરાધીઓએ એમ્સના સર્વર પર હુમલો કર્યો હતો, જેના કારણે સર્વર સંપૂર્ણપણે ડાઉન થઈ ગયું હતું.