અમદાવાદ,
અમદાવાદમાં આગના બનાવો અટકવાનું નામ નથી લઇ રહ્યાં હજુ બે દિવસ પહેલા જ એક હોસ્પિટલમાં લાગેલી આગમાં પતિ પત્નીના મોત થયા હતાં ત્યારે હવે અમદાવાદમાં ફરી મોતની આગ લાગી છે.અમદાવાદના શાહપુર વિસ્તારમાં એક મકાનમાં લાગેલી આગમાં આખો પરિવાર હોમાયો છે.આ આગમાં પતિ પત્ની અને બાળકનું મોત નિપજયું છે.
મળતી માહિતી અનુસાર શાહપુર દરવાજા પાસે આવેલ ન્યુ એચ કોલોનીમાં આવેલા મકાનમાં આગ લાગી હતી વહેલી સવારે ૪.૩૦ કલાકે આગ લાગી હોવાનું અનુમાન છે જો કે આ આગ કેવી રીતે લાગી તે હજુ જાણવા મળ્યું નથી ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
એ યાદ રહે કે બે દિવસ પહેલા મોદી કેર હોસ્પિટલમાં આગ લાગી હતી જેમાં પતિ પત્નીના બળીને ખાખ થયેલા મૃતદેહો હોસ્પિટલની સીડી પરથી મળી આવ્યા હતાં.