
અમદાવાદમાં રફતારનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. શહેરમાં વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જ્યાં કાર ચાલકે રાહદારીને અડફેટે લીધો હતો. કારની અડફેટે રાહદારીનું મોત નીપજ્યું છે. અકસ્માતની આ ઘટના સાણંદ બ્રિજથી રૂસ્ઝ્રછ રોડ પર બની હતી. કારની અડફેટે અજાણ્યા ૩૦ વર્ષયી યુવકનું મોત નીપજ્યું છે. પોલીસે કાર અને કાર ચાલકને હસ્તગત કરી વધુ તપાસ હાથ ધરી છે.
અજાણ્યા મૃતક રાહદારીની ઉંમર આશરે ૩૦ વર્ષ હોવાનું મનાય છે. ટ્રાફીક પોલીસે ક્રેટા કાર અને ચાલકને હસ્તગત કરી વધુ તપાસ શરૂ કરી છે.