ગાંધીનગર,ગાંધીના ગુજરાતમાં દારુબંધી હોવા છતા પણ ઘણા સ્થળોએ હજુ પણ દારુનો વેપલો ચાલતો હોય છે. ત્યારે અમદાવાદના ધોલેરાના પાંચી ગામે દેશી દારૂની ભઠ્ઠી પર જનતા રેડ કરવામાં આવી છે. ૨૦૦ વીઘા જમીનમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર રેડ ગ્રામજનોએ જ કરી હતી. મોટી માત્રામાં દેશી દારૂની બનાવટી સામગ્રી પકડાઈ છે.
અમદાવાદના ધોલેરાના પાંચી ગામે દારૂના દૂષણ સામે ગ્રામજનો વિફર્યા છે. પાંચી ગામની ૨૦૦ વીઘા જમીનમાં ધમધમી રહેલી દેશી દારૂની ભઠ્ઠીઓ પર ગ્રામજનોએ જનતા રેડ કરી હતી. જમીનમાં દાટેલો દારૂ સહિત અન્ય સામગ્રી ભરેલા ૨૫૦ બેરલ જપ્ત કર્યા હતા અને હજારો લીટર દારૂનો નાશ કરી ૯ જેટલા શખ્સને પોલીસના હવાલે કરાયા હતા. જનતા રેડના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.