દાહોદ,બે મહિના પહેલા અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં ગોડાઉનમાં લાખો રૂપિયાની ચોરી ની ઘટના બની હતી અને આ ચોરીની ઘટના બે મહિના સુધી અનડીટ હતી જે બે મહિના બાદ દાહોદમાંથી પોલીસે ડિટેક્ટ કરી હોવાનું જાણવા મળે છે.
દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા પોલીસની ટીમ હાટ બજારમાં બંદોબસ્તમાં હતી. તેવા સમયે એક ઈસમ શંકાસ્પદ હાલતમાં પોલીસને દેખી ભાગવા લાગ્યો હતો જેથી જેસાવાડા પોલીસે તે ઈસમનો પીછો કરી ઝડપી પાડ્યો હતો જેની અંગ જડતી લેતા તેની પાસેથી પેન્ટના કિસ્સામાં મૂકી રાખેલ 26,200 મળી આવ્યા હતા. પોલીસે પૂછપરછ માટે ઈસામે પોતાનું નામ શિવા રૂપસિંહ બારીયા (રહે. વડવા, કટારા ફળિયુ, તા. ગરબાડા, જી. દાહોદ) જણાવ્યું હતું. ત્યારે ઉપરોક્ત કિસમને પોલીસ મથકે લાવી તેની સખન પૂછપરછ હાથ ધરતા ઉપરોક્ત ઇસમે જણાવ્યું હતું કે તેના સાગરીતો સાથે મળી બે મહિના પહેલા અમદાવાદના નારોલ વિસ્તારમાં મજૂરી કરવા માટે તેના સાંકરી તો રાજેશ ઉર્ફે બકો બાબુ માવી, વિકાસ બાબુ માવી (બંને રહે. વડવા, તા. ગરબાડા, જી. દાહોદ) અને ટીના સન્યા પલાસ (રહે. ખજુરીયા, તા.જી.દાહોદ) આ ચારે લોકોએ ભેગા મળી અને નારોલ જીઆઇડીસી વિસ્તારમાં જઈને એક ગોડાઉનનું ટાણું તોડી અંદર પ્રવેશ કરી અંદર મૂકી રાખેલ તિજોરીનું લોક તોડી તેમાંથી રોકડા રૂપિયા ચોરી કરીને લાવ્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારે દાહોદની જેસાવાડા પોલીસે અમદાવાદ નારોલ પોલીસનો સંપર્ક કરતા નારોલ વિસ્તારના એક ગોડાઉનમાંથી 12,97,740 ની ચોરી થઈ હોવાનું માલુમ પડતા અને તે પોલીસ મથકે આ ગુનો અનડીટેકટર રહેવા પામ્યો હતો જેસાવાડા પોલીસ દ્વારા ચોરી થયેલ રોકડ રકમ સાથે ઈસમને ઝડપી પાડી અને અન્ય તેના ત્રણ સાગ્રિતોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.