અમદાવાદની ઈન્ડિયન બેંકના લોકરમાંથી ૩૪ લાખના દાગીના ગાયબ, બેંકે હાથ અદ્ધ કર્યાં!

લોકો સોનાના દાગીના સુરક્ષિત રહે એ માટે બેંકના લોકરમાં તેને ભાડુ ચૂકવીને રાખતા હોય છે. ત્યારે હવે બેંક લોકર પણ સલામત નથી. બેંકના લોકરમાંથી પણ ચોરીની ઘટના બનવા લાગી છે. આવી જ એક ઘટના અમદાવાદના નારણપુરા પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાઈ છે.

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી ઇન્ડીયન બેક્ધના લોકરમાંથી ભાવનાબેન નામના વૃધાના ૩૪.૧૮ લાખના દાગીના સહીત રોકડની ચોરી થઈ હોવાની ફરિયાદ થઈ છે. મહિલાને દાગીનાની જરૂર હોવાથી બેક્ધ લોકરમાંથી રોકડ અને સોનાના દાગીના લેવા ગયા હતા. ત્યારે બેક્ધ કર્મચારી પણ સાથે હતો અને લોકર ખોલવા ગયા ત્યારે તે ખુલ્લું હતું અને તેમાંથી રોકડ અને દાગીના ગાયબ હતા. જેથી વૃદ્ધાએ આ અંગે બેંકને તાત્કાલિક જાણ કરી. પરંતું બેંકે આ બાબતની કોઈ તસ્દી લીધી ન હતી.

બેક્ધ દ્વારા કોઈ કાર્યવાહી ન થતા અંતે વૃદ્ધાએ નારણપુરા પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ઈન્ડિયન બેક્ધના લોકરમાં વૃદ્ધ મહિલાના લાખો રૂપિયાના દાગીના અને રોકડ રકમ હતી. વૃદ્ધા દીકરાના લગ્ન માટે દાગીના લેવા આવ્યા ત્યારે લોકર ખુલ્લી હાલતમાં હતું. લોકરમાંથી કુલ ૩૪.૧૮ લાખ દાગીના અને રોકડ ગાયબ હતી.

વૃદ્ધાએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ભાવનાબેનનું ઇન્ડિયન બેંકની અંકુર બ્રાન્ચમાં બેક્ધ લોકર છે. બેક્ધ લોકરમાં તેમના દાગીના અને રોકડ રકમ રાખે છે. જુલાઈ મહિનામાં તેમના દીકરાના લગ્ન હોવાથી ૧૫ મેના રોજ બેક્ધમાં પડેલા દાગીના અને લોકર લેવા માટે ગયા હતા. ત્યારે બેક્ધ લોકરના ઈન્ચાર્જ જયેશભાઈ પાસે લોકરની બીજી ચાવી રહેતી હોય છે. હાલ તો નારાણપુર પોલીસે બેક્ધના કર્મચારીઓની પૂછપરછ હાથ ધરી છે. બીજી તરફ બેક્ધ લોકર અંગે એફએસએલની મદદ લેવામાં આવી રહી છે. લોક ખોલવામાં આવ્યું કે તેને તોડી નાખવામાં આવ્યું છે. ત્યારે પોલીસની તપાસમાં ચોર કોણ નીકળે છે એ જોવું રહ્યું.