અમદાવાદના બોપલમાં ઘરઘાટી યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ કરનાર ૫ની ધરપકડ, બે સગા ભાઈ

લૂંટારાઓ અમૃતપાલસિંગ ઉર્ફે ગોલ્ડી,  મનજિતસિંગ ઉર્ફે અજય શીખ, રાહુલસિંગ કોસાવા કાચી, હરિઓમ ઉર્ફે લાલજી ઠાકુર, અને સુખવિંદરસિંગ ઉર્ફે આકાશ શીખએ શીલજમાં ગેંગ રેપ કરીને લૂંટને અંજામ આપ્યો હતો.. આ આરોપીની તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો.. લૂંટનો માસ્ટર માઈન્ડ મનજીતસિંગ હતો. જેના ડિસેમ્બરમાં લગ્ન હતા.. અને લગ્નમાં પૈસાથી સાસરીમાં પ્રભાવ પાડવા માટે લૂંટનું કાવતરું ઘડ્યું.. અને આ કાવતરામાં પોતાના ભાઈ સુખવિંદરશીંગ અને મિત્રોને સામેલ કર્યા હતા. તેઓ લાખો રૂપિયાની લૂંટ કરીને દિવાળી ઉજવવા પજાંબ ફરાર થઇ જવાનું ષડયંત્ર રચ્યું હતું.. ઘટના 3 દિવસથી લૂંટનું ષડયંત્ર રચી રહેલા આરોપીએ ઓનલાઈન નકલી હથિયાર મંગાવ્યું. અને મહિલાના ઘરનું લાઈટ પાવર બંધ કરવાનું શરૂ કર્યું..ઘટનાની રાત્રે લાઈટ બંધ કરતા મહિલાએ ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે પાંચેય આરોપીઓ લૂંટ કરવા ઘરમાં પ્રવેશ્યા..મહિલાને નકલી હથિયાર બતાવીને 2 લેપટોપ, 4 મોબાઈલ, 14 હજાર રોકડ, ગૂગલ પેથી 83 હજાર અને ATM થી 40 હજારની રોકડ ઉપાડીને 1.37 લાખની લૂંટ કરી.. અને આરોપી હરિઓમની નિયત બગડતા ઘરઘાટી સાથે દુષ્કર્મ આચર્યું જ્યારે અન્ય આરોપીએ મહિલા સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.

ગેંગ રેપ અને લૂંટની ચકચાર ઘટનાને અંજામ આપીને આરોપીઓ પજાંબ ફરાર થઇ જવાના હતા..તેમને મહિલાઓને ઘરમાં બંધ કરીને કારની લૂંટ કરીને કાલુપુર રેલવે સ્ટેશન જવા નીકળ્યા. આ દરમ્યાન શીલજ, ઘાટલોડિયામાં ATM માંથી રૂપિયા ઉપાડ્યા હતા.. ત્યાર બાદ કાર બિનવારસી મૂકીને ઓલા કરી હતી. અને તેઓ કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા.ત્યાં પજાંબની ટ્રેન નહિ મળતા ATM માંથી રૂપિયા ઉપાડીને રિક્ષામાં ગીતા મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમને શ્રીનાથ ટ્રાવેલ્સની બસમાં પંજાબ જવા રવાના થયા હતા.. આ દરમ્યાન વહેલી સવારે મહિલાએ પોલીસને જાણ કરતા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને બનાસકાંઠા પોલીસના સંયુક્ત ઓપરેશનથી તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 

બોપલ પોલીસે આરોપીની ધરપકડ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે..મહત્વનું છે કે આ આરોપીઓ આકાશ સિક્યુરીટી એજન્સી સાથે સંકળાયેલા હતા.. પોલીસે જ્યારે આ એજન્સી ના સંચાલક યોગેશ યાદવ ના નિવાસસ્થાને તપાસ કરતા રોહિત યાદવ નામથી એક PSI નું યુનિફોર્મ મળ્યું હતું.. યોગેશ યાદવને પોલીસ બનવાની ઈચ્છા હોવાથી આ સપનું પૂરું નહિ થતા તેને યુનિફોર્મ બનાવીને ફોટો પડાવતો હતો..જેથી પોલીસે સંચાલક વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત પકડાયેલ આરોપીમાં મનજીત અને અમૃતપાલ વિરુદ્ધ 2 ગુના નોંધાયા હોવાનું તપાસમાં ખુલ્યું છે. હાલમાં આ આરોપીએ અન્ય કોઈ ગુના આચર્યા છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરી છે. 

બનાસકાંઠા પોલીસે 5 આરોપીની ધરપકડ કરીને અમદાવાદ ગ્રામ્ય પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ પાંચેય સિક્યુરીટી ગાર્ડ પજાંબ ના રહેવાસી હતા. અને અમદાવાદ માં ઘણા સમયથી સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. હાલમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે મહિલાના મેડિકલ તપાસ કરાવીને આ ઘટનામાં ધાડ, દુષ્કર્મ અને એટ્રોસિટીની કલમો ઉમેરીને વધુ તપાસ શરૂ કરી છે.