અમદાવાદના બોપલમાં ફાયરિંગ મુદ્દે ૨ આરોપીઓની ધરપકડ કરાઇ

અમદાવાદ, અમદાવાદના ઘુમા ગામ પાસે ગતરાતે ૩ વાગ્યે મેરી ગોલ્ડ રોડ ૧૦ શખ્સોએ બાનમાં લઈ રીતસરનો આતંક મચાવ્યો હતો. બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડાની ગાડીને આંતરી હુમલો કર્યો હતો. આથી સ્વ-બચાવમાં ઉપેન્દ્રસિંહે ૨ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

ફાયરિંગ અને નાસભાગનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ફિલ્મને ટક્કર મારે તેવાં દૃશ્યો કેદ થયાં છે.રાજેન્દ્રસિંહ સોલંકી અને બોપલના અનિલસિંહ પરમારની બોપલ પોલીસે ધરપકડ કરી છે.તો અન્ય ૮ આરોપીઓ ફરાર છે.કેમ આ બબાલ થઈ તેને લઈ પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથધરી છે.

હુમલાખોરોએ બિલ્ડરની ગાડી પર પણ હુમલો કરી નુકશાન પહોંચાડયું હતું. બિલ્ડરે સ્વબચાવમાં પોતાની લાયસન્સવાળી બંદૂકથી ફાયરિંગ કર્યુ હોવાનો ખુલાસો થયો છે. પોલીસે બંન્ને પક્ષોની ફરિયાદ પરથી આગળની તપાસ હાથધરી છે.વિજયસિંહ ભુવા નામના મહંતને મળવા નહી આવવાનું કહી આ હુમલો કરવામાં આવ્યો હતો.

મોડી રાત્રે જાહેર રોડ પર બનેલી સમગ્ર ઘટનાનો વીડિયો સ્થાનિકોએ કેમેરામાં કેદ કરી લીધો હતો.બિલ્ડરની સફેદ કાર સ્થળ પરથી ભાગવા જતા એક કાળા રંગની કાર આવીને તેને આંતરીને ઊભી રહી જાય છે. પાછળથી કેટલાક યુવકો લાકડી અને પાઈપો લઈને આવે છે અને કાર પર હુમલો કરવાનો પ્રયાસ કરે છે, દરમિયાન બિલ્ડર કાર રિવર્સ લઈને ત્યાંથી ભાગવામાં સફળ રહે છે.