
અમદાવાદ, અમદાવાદમાં બારેજાના યુવકનું લંડનમાં મોત થાય છે. ૨૮ વર્ષીય યુવકનું હાર્ટએટેકથી મોત થયું છે. હાર્ટએટેકથી મોત થતાં યુવાનોમાં ફફડાટ થયા છે. હર્ષ પટેલ નામના યુવાનનું હાર્ટએટેકથી મોત થયું છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વિદેશમાં વસતા ભારતીયોની સ્થિતિ વણસી છે. તેઓ વારંવાર હેટક્રાઇમનો ભોગ બની રહ્યા છે. આ ઉપરાંત વિદેશી હોવાના લીધે સ્થાનિકો સાથેના સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે. તે રંગભેદનો પણ ભોગ બની રહ્યા છે. તેમને ત્યાંના લોકો દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છે. તેની સાથે તેમને કોઈ શારીરિક તકલીફ થાય તો સારવાર પણ પણ તાત્કાલિક મળતી નથી. દરેક વસ્તુ માટે તેઓએ રીતસરનો સંઘર્ષ કરવો પડી રહ્યો છે.