- ધર્માંતરણનો પણ પ્રયાસ કર્યો
અમદાવાદ,
શહેરમાં વધુ એક બળાત્કારની ઘટના સામે આવી છે. કેટલાક આરોપીઓએ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ ધર્માંતરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં, આરોપીએ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધી વીડિયો વાયરલ કરવાની પણ ધમકી આપી હતી. જેને લઈને યુવતીએ ફરિયાદ આપતા વાપુર પોલિસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરમાં રહેતી એક યુવતીએ છ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં એક આરોપીએ યુવતી સાથે વર્ષ ૨૦૨૨ ના મે મહિનામાં ડ્રાઇવ ઇન રોડ ઉપર આવેલા યુનિક સ્પા નામના સ્પા સેન્ટરમાં યુવતી પાસે મસાજ કરાવી યુવતી નો મોબાઇલ નંબર તથા સરનામું મેળવી લીધું હતું. બાદમાં યુવતીને સતત ફોન કરી પરિચય કેળવી યુવતીને સ્પા સેન્ટરની સામેની તરફ આવેલા ગેસ્ટ હાઉસમાં લઈ જઈ ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી શારીરિક સંબંધ બાંધ્યા હતા.
આરોપી સમીર પ્રજાપતિ ઉર્ફે નાસિર હુસેન ઘાંચીએ ત્રણ વાર શરીર સંબંધ બાંધી વીડિયો ઉતારી યુવતીનું આધાર કાર્ડ મેળવી ધમકીઓ આપી હતી. બાદમાં યુવતીના ડોક્યુમેન્ટ ઉપર ભાડા કરારથી આનંદ નગર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં મકાન ભાડેથી રાખી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી નિકાહ કરી ધર્મ પરિવર્તન કરવાનું કહી અન્ય આરોપીને લેટ ખાતે બોલાવી અન્ય આરોપીએ પણ યુવતી સાથે શરીર સંબંધ બાંધી તમામ આરોપીઓએ અવારનવાર સતત ફોન કરી પૈસા નહીં આપે તો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.
જેને લઈને યુવતીએ ફરિયાદ આપતા પોલીસે આ મામલે સમીર પ્રજાપતિ ઉર્ફે નાસિર હુસેન ઘાંચી, રૂપા રાણા, હિરલ રાણા, વિજય રાણા તથા અન્ય બે લોકો સામે ધમકી આપવી, બળાત્કાર ગુજારવો જેવી કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તમામ આરોપીઓ ખાડીયા અને ગોમતીપુર વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ યુવતીને સ્પા સેન્ટરમાં મળ્યા હોવાથી સ્ટાફની પૂછપરછ કરી વધુ તપાસ શરૂ કરી છે.