અમદાવાદના ૩ હજારથી વધુ એનઆરઆઇને આઇટી વિભાગની નોટિસ

અમદાવાદ,અમદાવાદમાં ૩ હજાર એનઆરઆઇને આઇટી દ્વારા નોટિસ આપવામાં આવી છે. વિગતો મુજબ શહેરના ૩ હજાર એનઆરઆઇને રોકાણ મુદ્દે આઇટીએ નોટિસ આપી છે. નોટિસ પાઠવી ૧૦ વર્ષના હિસાબની વિગતો મંગાવી છે. આ સાથે ૧૦૦% પેનલ્ટી કેમ ન કરવામાં આવે તેની સ્પષ્ટતા અને વિદેશમાં કરેલા રોકાણ અને બેન્કની વિગતો માંગી છે.

ઈક્ધમટેક્ષ વિભાગે વિદેશમાં મિલક્ત ધરાવતા અને બેક્ધ એકાઉન્ટ ધરાવનારને નોટિસ આપવામાં આવી છે. વિગતો મુજબ ઈક્ધમટેક્ષના ઇન્ટરનેશનલ ટેક્સેશન ડિપાર્ટમેન્ટે ભારત બહાર કોઈ પણ વ્યક્તિએ મિલક્ત, એકાઉન્ટ કે વ્યવહાર કર્યા હોય તેવા લોકોને નોટિસ પાઠવીને છેલ્લા ૧૦ વર્ષના વ્યવહારોની વિગતો માંગી છે.

આ સાથે હાલમાં ભારતમાં રહેતા હોય તેમણે કરેલા વ્યવહારોની વિગતો કેમ બતાવ્યા નથી તેની સ્પષ્ટતાં માંગી છે. મહત્વનું છે કે, જો આવા કોઈ વ્યવહાર કર્યા હોય અને તેમણે ઈક્ધમટેક્ષમાં ન બતાવ્યા હોય તેવા વ્યવહારો પર ૧૦૦ ટકા પેનલ્ટી લગાવવામાં આવી શકે છે. અમદાવાદમાં આશરે ૩ હજાર કરતાં વધારે એનઆરઆઇને નોટિસ પાઠવવામાં આવી છે. આ તરફ નોટિસને પગલે હવે હાઇ નેટવર્થ ધરાવતા એનઆરઆઇમાં ફફડાટ વ્યાપી ગયો છે.