અમદાવાદમાં ૧૩૮૬ ધાર્મિક દબાણને દૂર કરવા મ્યુનિ.એ નોટિસ આપી

અમદાવાદના વિવિધ વોર્ડ વિસ્તારમાં જાહેર રસ્તા ઉપર આવેલા નડતરરૂપ ૧૩૮૬ ધાર્મિક પ્રકારના દબાણને સાત દિવસમાં દૂર કરવા એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના હદ વિસ્તારમાં આવેલા નડતરરૂપ ધાર્મિક સ્થાનો દૂર કરવા સાત ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર દ્વારા ગૃહ વિભાગના ઠરાવ મુજબ સાત દિવસના સમયમાં રોડ ઉપર ધાર્મિક પ્રકારના દબાણો દૂર કરવાના આદેશ આપવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં વટવા, વિરાટનગર, ઈન્ડિયા કોલોની, રામોલ, ઈસનપુર વોર્ડના ભાડુઆતનગર વિસ્તારમાં મંદિરને દૂર કરવાના આદેશ અપાયા છે.

અમદાવાદ શહેરના વટવા વોર્ડમાં ધાર્મિક સ્થાન તોડી નાખવામાં આવ્યા હતા. કેટલા ધાર્મિક સ્થાનો તોડી પડાયા છે તેની જાણકારી અધિકારીએ આપી નથી. ભાથીજી મહારાજ મંદિર, વિરાટનગર, શનિદેવ તથા પાતળીયા હનુમાનજી મંદિર, ઈન્ડિયા કોલોની, હનુમાનજી મંદિર, બોમ્બે કન્ડક્ટર રોડ, ખોડીયાર મંદિર, સાંઈબાબા મંદિર વગેરે તોડી પડાયા છે.