અમદાવાદમાંથી ૧૪ ગ્રામ ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઈ,

અમદાવાદ,

અમદાવાદમાં દારૂ માટે બદનામ એવા છારાનગર વિસ્તારમાં દારૂની ફેકટરીઓ તો ધમધમે છે પણ હવે આ વિસ્તારમાં દારૂની સાથે ડ્રગ્સનું વેચાણ પણ શરૂ થયું. અહીં ડ્રગ્સ મળતું હોવાની બાતમી મળતા જ ર્જીંય્ ક્રાઇમ બ્રાન્ચે સ્ડ્ઢ ડ્રગ્સ ના જથ્થા સાથે એક મહિલાની ધરપકડ કરી લીધી. આરોપી મહિલા પાસેથી ૧૪ ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો.

છારાનગરમાં રહેતી અફસાના બાનુ શેખને હાલ ર્જીંય્ ક્રાઇમે એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડી છે. આરોપી મહિલાબ ઘરમાંથી પોલીસે ૧.૪૧ લાખનું ૧૪ ગ્રામ એમડી ડ્રગ્સ કબ્જે લીધુ. આરોપી મહિલા બેએક વર્ષથી ઘરે બેસીને જ ડ્રગ્સની પડીકીઓ વેચતી હતી.

આ મહિલા પાસે રોજના આઠથી દસ ગ્રાહકો આવતા અને ડ્રગ્સની પડીકીઓ લેતા, જેમાં આ મહિલા ૫ થી ૧૦ હજાર રૂપિયા કમાતી. આરોપી મહિલાએ પોલીસ સમક્ષ એવી કેફિયત વર્ણવી છે કે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે થઈને આ ડ્રગ્સનો ધંધો ચલાવે છે.

હાલ એસઓજી ક્રાઈમ બ્રાન્ચએ વધુ તપાસ કરી તો આ ડ્રગ્સ મહિલા આરોપીને કિશુ ઉર્ફે કાણીયા નામનો વ્યક્તિ આપતો હતો. જે આરોપીની હાલ શોધખોળ શરૂ કરાઇ છે તો આરોપી મહિલાની સાથે આ વિસ્તારમાં ડ્રગ્સ વેચનાર અન્ય કેટલા લોકો છે તેની પણ તપાસ શરૂ કરાઇ છે. પોલીસની આ કામગીરી થી એક વાત સ્પષ્ટ છે કે દારૂની ફેક્ટરીઓ વચ્ચે હવે અહીં ડ્રગ્સનો કાળો કારોબાર પણ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે અહીંના વિસ્તારમાંથી દારૂ ન પકડતી પોલીસ વધુને વધુ પ્રમાણમાં ડ્રગ્સ નો જથ્થો કબ્જે કરી નશાની દુનિયા સાફ કરી શકે છે કે કેમ તે સવાલ છે.