અમદાવાદ: મહાઠગ કિરણ પટેલને ફરી જમ્મુ જેલ મોકલાયો

અમદાવાદ,મહાઠગ કિરણ પટેલને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કિરણ પટેલને ફરી જમ્મુ જેલ મોકલાયો છે. કિરણ પટેલ મામલે જમ્મુ પોલીસની કાર્યવાહી સામે આવી છે. ઉપરાંત આકાંક્ષા ક્રિએશનના માલિકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પિયુષ પટેલની ધરપકડ કરી છે. નોંધનીય છે કે, કિરણ પટેલ સામે જમ્મુ અને અમદાવાદમાં ગુના દાખલ થયા છે.

કિરણ પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાંથી કેસ નોંયા બાદ કસ્ટડીમાં લેવા ગુજરાત પોલીસની એક ટીમ મંગળવારે ( ૪ એપ્રિલ) કાશ્મીર પહોંચી હતી. ક્રાઇમ બ્રાંચ દ્વારા શ્રીનગરથી ટ્રાન્સફર વોરંટથી મહાઠગ કિરણ પટેલની કસ્ટડી લેવામાં આવી હતી. કિરણ પટેલને ૩૬ કલાકનો પ્રવાસ કરી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ લવાયો હતો.

મહાઠગ કિરણ પટેલ ૧૮ એપ્રિલ બપોરે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ પર હતો. તેની સામે એક ઈવેન્ટ કંપનીના માલિકે ૩.૫૧ લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી હતી. જે બાદ અમદાવાદમાં કન્સ્ટ્રક્શનનું કામ કરતાં એક વ્યક્તિએ ૮૦ લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે કિરણ પટેલના જામીન પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં જમીનની ઠગાઈ કેસમાં કિરણ પટેલના વધુ જામીનની માંગ કરી હતી. કોર્ટે કિરણના ૨૧ એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં હતા.