અમદાવાદ મધ્યસ્થ જેલના હત્યાના ગુનામાં ફલો રજા ઉપર ફરાર કેદીને પેરોલ ફલો સ્કવોડે ઝડપ્યો

હાલોલ, અમદાવાદ મધ્યસ્થ જેલના પાકા કામના કેદી હત્યાના ગુનામાંં સજા કાપતા હોય ફલો રજા પરથી ફરાર થયેલ હોય તેવા હાલોલ તાલુકાના વરસડાના આરોપીને બાતમીના આધારે પેરોલ ફલો સ્કવોર્ડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો.

હાલોલ તાલુકાના વરસડા ગામે પ્રવિણભાઈ ઉર્ફે બાબુભાઇ મનુભાઈ નાયક વિરૂદ્ર બાયડ પોલીસ મથકમાં હત્યાના ગુનામાં અમદાવાદ મધ્યસ્થ જેલમાં સજા કાપતો હોય અને જેલ માંથી ફલો રજા ઉપરથી ફરાર થયેલ હોય તેવા કેદી પ્રવિણભાઇ નાયક અંગે પંચમહાલ પેરોલ ફલો સ્કવોર્ડને મળેલ બાતમીના આધારે વરસડા ખાતેથી ઝડપી પાડીને હાલોલ રૂરલ પોલીસને સોંપવામાંં આવ્યો.